અમદાવાદ : ગુજરાત કેડરનાં વરિષ્ઠ આઇપીએસ અધિકારી અને અમદાવાદ શહેરનાં પોલીસ કમિશ્નર અનુપ કુમાર સિંહની બદલી થઇ છે. એ.કે સિંહને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) નાં મહાનિર્દેશક (ડીજી) નિયુક્ત કરવામાં આવ્યા છે. શુક્રવારે મોદી કેબિનેટની નિયુક્તિ સમિતીનાં આદેશ અનુસાર 1985 બેચના આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંહને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વત્ર મંદીનો ભરડો: તહેવારોની સિઝન નજીક આવતા સોનામાં તેજીનો ચમકારો
આદેશ અનુસાર આઇપીએસ અધિકારી અનુપ કુમાર સિંહની બ્લેક કેટ્સ કમાન્ડો દળનાં ડીજી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં મંત્રીમંડળની નિયુક્તિ સમીએ તેને મંજુરી આપી હતી. તેમનો કાર્યકાળ પ્રભાર સંભાળ્યા બાદથી 30 સપ્ટેમ્બર, 2020 સુધી અથવા તો આગામી આદેશ સુધી આ આદેશ લાગુ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એનએસજીની સ્થાપના 1984માં થઇ હતી. જે અપહરણ, આતંકવાદી હુમલા વગેરે જેવા નેશનલ થ્રેટના કિસ્સામાં સંઘીય આકસ્મીક દળ તરીકે તેની સ્થાપના થઇ હતી. આ દળાં કમાન્ડોનાં સમગ્ર દેશમાં પાંચ હબ છે. જેનું મુખ્ય કાર્યાલય ગુડગાંવના માનેસરમાં આવેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરનાં અનેક આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની નિયુક્તિ અગાઉ રાષ્ટ્રીય સ્તરે મોદી સરકારનાં કાર્યકાળમાં થઇ ચુકી છે. ત્યારે વધારે એક અધિકારીની દિલ્હીમાં બદલી કરવામાં આવી છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે, અનેક મહત્વનાં કરાર થવાની શક્યતા
સુરત: પરવત પાટીયામાં ભયાનક આગ, 10 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
અત્રે ઉલ્લેખનીય છે કે, એ.કે સિંહની પોલીસ કમિશ્નર તરીકે અમદાવાદમાં નિયુક્તિ થયા બાદથી કાયદો અને વ્યવસ્થા સુધર્યું હોવાનું નગરજનો પણ અનુભવી રહ્યા હતા. એ.કે સિંહ પોતાનાં બોલ્ડ ડિસીઝન અને પોતાની ઓનેસ્ટી માટે જાણીતા હતા. પોલીસ બેડામાં પણ તેમનું નામ એક આદર અને અદબ સાથે લેવાય છે. તેઓએ અમદાવાદની સૌથી મોટી ટ્રાફીક સમસ્યાને ખુબ જ કડક હાથે કોઇની પણ શેહ રાખ્યા વગર ઉકેલી હતી. ત્યારથી તેઓ અમદાવાદીઓનાં માનીતા અધિકારી બન્યા હતા. તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન અમદાવાદ માટે અનેક નોંધનીય કામ પણ કર્યા હતા.