પાટણ: જિલ્લામાં અવાર નવાર હની ટ્રેપ કરતી ગેંગ સક્રિય થઈ છે સુખી સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવી મહિલા દ્વારા મોહજાળમાં ફસાવી રૂપિયા ખખેરતી ગેંગ પાટણ પોલીસ ના હાથે  ઝડપાઈ જવા પામી છે. જેમાં હારીજ તાલુકા અને પાટણના ઈસમો ભેગા મળી ગેંગ બનાવી કાવતરું રચી રોડ પરથી પસાર થતા એક ગાડી ચાલક પાસે મહિલા દ્વારા લીફટ માંગી હતી. બીજું સાગરીતોને આ બાબતની જાણ કરી અન્ય ગાડીમાં સાગરીતો આવી ગાડીને ઉભી રખાવી છરીની અણી બતાવી માર મારી ડરાવી મહિલા સાથે બિભસ્ત વિડિઓ ઉતારી પૈસા પડાવતી ગેંગને પાટણ પોલીસે ઝડપી પાડી. હનીટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલવામાં સફળતા મળવા પામી છે, ત્યારે હાઇવે પર થી પસાર થતા વાહન ચાલકોને હવે લીફટ આપવી હવે લાલ બત્તી સમાન બનવા પામ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી: અબ્દુલ-સલીમ છરીની અણીએ યુવતી પર 6 મહિના સુધી આચરતા રહ્યા દુષ્કર્મ


સમગ્ર ઘટના પર નજર કરીએ તો રાધનપુરના ગંજ બજારના વહેપારી હારીજથી મહેસાણા તરફ ગાડી લઈ નીકળ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં એક મહિલાએ ગાડીમાં બેસવા તેઓનું બાળક બીમાર છે, તેમ કહી લિફ્ટ વહેપારી પાસે માંગી હતી. વહેપારીએ માનવતા દાખવી મહિલાને ગાડીમાં બેસાડી હતી, ત્યાર બાદ સમગ્ર ગુનાહિત કાવતરાની શરૂઆત થાય છે. ગાડી માર્ગ પરથી પસાર થતા ગાડીમાં બેઠેલ મહિલાએ તેઓના અન્ય સાગરીતને ફોન કરી આગળ આવવાનું જણાવતા તે કાવતરા મુજબ રસ્તામાં બીજી એક સ્વિફ્ટ ગાડી વહેપારીની ગાડી આગળ આવી ઉભી થઈ જાય છે. તે ગાડીમાંથી ત્રણ જેટલા ઈસમો ઉતરી વહેપારીને છરી બતાવી તેની જ ગાડીમાં વહેપારીનું અપહરણ કરી માંસા ગામ નજીક લઈ જઈ તેને માર મારી ડરાવી મહિલા સાથે વહેપારીનો બીભત્સ વિડિઓ બનાવી બ્લેક મેલ કરી આરોપીઓએ વહેપારી પાસે રૂપિયા 50 લાખની માગણી કરી હતી. ત્યાર બાદ રૂપિયા 4 લાખમાં નક્કી થવા પામ્યું હતું, પરંતુ આ રૂપિયા મેળવવા વહેપારી ચૌધરી પ્રવીણ ભાઈને છોડવો પડે તેમ હોઈ આરોપીઓ વહેપારી પાસે વાયદો લાઇ છોડ્યો હતો. પરંતુ ત્યાર બાદ આરોપીઓ સતત પૈસાની ઉઘરાણી ફોન પર કરતા વહેપારી ડરી જઇ આ સમગ્ર બાબતે હારીજ પોલીસ મથક અને ત્યાર બાદ પાટણ એલ.સી.બી પોલીસ સ્ટેશને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. 


કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટને અમલીકરણ માટે સુરતને બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ


વહેપારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેનો ભેદ ઉકેલવા માટે વહેપારીને સતત આરોપીઓ સાથે ફોન પર વાત ચીત ચાલુ રાખવાનુ જણાવ્યું હતું. કોલ લોકેશનના આધારે પોલીસે ચાર આરોપીઓને સ્વિફ્ટ ગાડી સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જો કે આ ચાર આરોપીઓ માં 1.કનુજી ઠાકોર. રહે.માંસા.તા.હારીજ 2.જ્યોત્સના બેન કનુજી (ઉપરોક્ત ઇસમ ની પત્ની) 3 ભરત સિંહ વાઘેલા.4 ભીખાજી ઠાકોરને પોલીસે ઝડપી પાડી હની ટ્રેપના ગુનાહનો ભેદ ઉકેલી નાખ્યો છે. ખાસ તો આ ગુનાહમાં મહિલા જ્યોત્સના બેન પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોઈ રાધનપુર પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube