Rajkot Fire Case: રાજકોટ આગકાંડમાં મજા માણતા 12 બાળકો સહિત 28 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. પરંતુ આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. રાજકોટ આગકાંડમાં 4 અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. પહેલો પાપી અધિકારી TPO એમ.ડી. સાગઠિયા છે. જી હા...કૌભાંડી સાગઠિયાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO મુકેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. RMCના ATPO ગૌતમ જોશીની પોલીસે કરી ધરપકડ છે. રાજકોટ ફાયર સ્ટેશનના ઑફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ છે. તો રાજકોટ આગકાંડમાં 4 ભ્રષ્ટ અધિકારીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ચારેય ભ્રષ્ટ અને પાપી અધિકારીઓ હવે જેલના સળિયા ગણશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવો છે એમ. ડી. સાગઠિયાનો બની રહેલો કરોડોનો બંગલો, Photos જોઈ આંખો ફાટી જશે!


રાજકોટ આગકાંડ મુદ્દે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 4 અધિકારીઓની ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે TPO શાખાના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્યારબાદ ચારેય અધિકારીઓની ધરપકડ કરાઈ છે. જેમાં ફાયર અને R&Bના અધિકારીઓનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચ આ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.



રાજકોટ અગ્નિકાંડ બાદ ACB ત્રાટક્યું; હવે TPO સાગઠીયા- ફાયર બ્રિગેડ ઓફિસર ઠેબા ભરાશે!


મહત્વનું છે કે આગકાંડમાં 28 નિર્દોષ લોકોનો ભોગ લેવાયા પછી ઉચ્ચ અધિકારીઓ પર FIR નોંધવામાં આવી રહી છે. આગકાંડના છઠ્ઠા દિવસે મોટા અધિકારીઓ પર ગાજ વરસી છે. રાજકોટ આગકાંડમાં 28 નિર્દોષ લોકો જીવતા ભુંજાયા હતા.


75 હજારના પગારદારનો 7થી 8 કરોડનો બંગલો! જુઓ રાજકોટમાં કેવા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે...? 


ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ મામલે જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. એમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે, સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા હતા. ઉપરાંત રાજકોટ શહેરના બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. પોલીસવડા દ્વારા વી. આર. પટેલ અને એન. આઈ. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


આ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે આ 4 જિલ્લામાં ધૂળનું વાવાઝોડું


આ ઘટનામાં અગાઉ રાજકોટના ત્રણ પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી. સરકારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી હતી. હવે ફરી એકવાર રાજકોટ આગકાંડ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 4 અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.