કેવો છે એમ. ડી. સાગઠિયાનો બની રહેલો કરોડોનો બંગલો, Photos જોઈ આંખો ફાટી જશે!

Rajkot Fire Case: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 28 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. TPO એમ. ડી. સાગઠીયાની પણ પૂછપરછ ધરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની અને પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે.

1/6
image

રાજકોટ આગકાંડમાં મોતના ગેમઝોન સામે આંખ મીચામણાં કરનારો એમ. ડી. સાગઠિયા કરોડો રૂપિયાનો આસામી હોવાનો ખુલાસો થયો છે. 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, 200 કરોડની જમીન સહિતની મિલકતો વસાવી હોવાના આરોપ લાગ્યા છે. ભ્રષ્ટ બાબુઓની ACB તપાસ કરી રહી છે.

2/6
image

એમ ડી સાગઠીયાની રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇ-વે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસની કામગીરી પણ ચાલુ છે.

3/6
image

હાઇ-વે પર આવેલ ફાર્મ હાઉસ તેમના પરિવારનું હોવાની ચર્ચા છે. ટીપીઓ એમ. ડી સાગઠીયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલપંપ, બંગલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

4/6
image

50 હજારથી 60 હજાર પગારદાર પાસે તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. એસીબી દ્વારા ગેમઝોન કાંડમાં સડોવાયેલ અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી આવે તેવી શકયતા છે.  

5/6
image

બીજી બાજુ, આ ભ્રષ્ટાચારી બાબુનાં પાડોશી મંત્રી ભાનુબેન બાબરિયા છે અને તેમની બાજુમાં જ TPO એમ. ડી. સાગઠિયાનો નવો બંગલો બની રહ્યો છે. આ ભ્રષ્ટાચારની પોલ ખૂલ્યા બાદ રાજકોટમાં કેવા કેવા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે તે જુઓ...

6/6
image

TPO એમ. ડી. સાગઠિયાના પાડોશીઓ પણ કહી રહ્યા છે કે સાગઠિયા મહાભ્રષ્ટાચારી છે. કરોડો રૂપિયાની મિલકતો વસાવી હોવાનો સાગઠિયા પર આરોપ લાગ્યો છે.