રાજકોટ અગ્નિકાંડ બાદ ACB ત્રાટક્યું; હવે TPO સાગઠીયા અને ફાયર બ્રિગેડ ઓફિસર ઠેબા ભરાશે!

મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકી શકે છે. 

રાજકોટ અગ્નિકાંડ બાદ ACB ત્રાટક્યું; હવે TPO સાગઠીયા અને ફાયર બ્રિગેડ ઓફિસર ઠેબા ભરાશે!

Rajkot Fire Case: રાજકોટમાં અગ્નિકાંડ બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ સ્પેશિયલ ઓપરેશન ચલાવી ભ્રષ્ટાચારી બાબુઓને ત્યાં ત્રાટક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકી શકે છે. 

કેવો છે એમ. ડી. સાગઠિયાનો બની રહેલો કરોડોનો બંગલો, Photos જોઈ આંખો ફાટી જશે!
 
રાજકોટના કાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે ACB દ્વારા તપાસ શરૂ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઉપરાંત એમડી.સાગઠીયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડયાની વાત સામે આવી છે. ખોડીયાર નગર ખાતે અધિકારીના રહેણાંક મકાનમાં ACBએ ધામા નાખ્યાં છે. એમડી. સાગઠીયાના ઘરે પણ એસીબીના દરોડાની કાર્યવાહી કરાઈ છે. તમને જણાવી દઈએ કે એમ ડી સાગઠીયાને TPOના હોદા પરથી દૂર કરવામાં આવ્યા છે.

શું હતી ઘટના ?
ગત શનિવારે સાંજે 6 વાગ્યાના સુમારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ કાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે આ આગની ઘટના પર તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને સૂચના આપી હતી. 

રાજ્ય સરકારે કાયર NOC ન ધરાવતા તમામ ગેમ ઝોનને બંધ કરવાની સૂચના આપી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગેમઝોનમાં આગના સમાયારની માહિતી કાયર કટ્રોલ ડ્રમને મળતા ટેન્ડર અને એમ્બ્યુલન્સ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગના કારણે માળખું ધરાશાયી થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news