કચ્છમાં જૂથ અથડામણના ઈતિહાસની સૌથી મોટી ઘટના, મૃતકોની નિકળી અંતિમ યાત્રા
છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ અન્ય ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 6 લોકોના સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યા હતા.
કચ્છ: કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જુની અદાવતનું મનદુ:ખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે ભાલા સહિતના જીવલેણ હથિયારો વડે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ અન્ય ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ ધિંગાણાંમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી 6 લોકોના સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યા હતા. જેમાંથી ચાર મૃતકોની અંતિમ વિધિ કરીને તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખોબા જેવા નાના એવા ગામમાં ખૂની ખેલ ખેલાતા હાહાકાર મચી ગયો છે. જ્યારે એક લઘુમતી યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભુજ ખસેડાયો છે. બનાવના પગલે નાના એવા ગામમાં ભારે હડકંપ મચી જવા પામી છે.
મંગળવારે મોડી રાત્રે 4 યુવકો પોતાના ખેતરેથી ઘરે આવતા હતા. ત્યારે પૂર્વ પ્લાનીંગ સાથે જુની અદાવતનું વેર વાળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઈસમોએ હથીયારો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. હાલમાં છસરા ગામમાં સ્થિતિ થાળે પડી ગઈ છે. પણ પોલીસે બન્ને જૂથનાં લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. સામાપક્ષે ચારેય યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર રૂપ આપ્યું હતું.
લંપટ : સુરતમાં ફરી સાધુની કામલીલાનો પર્દાફાશ, સ્વામીનારાયણ મંદિરના મહંતે ગુજાર્યો બળાત્કાર
આ સશસ્ત્ર ધિંગાણાંમાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામાપક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમણે દમ તોડ્યો હતો. હાલ. IG ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ગામમાં કેમ્પ બનાવ્યો છે. ભૂજના SP ભરાડાએ સ્થળની મુલાકાત લીધી હતી. ગામમાં પોલીસના ધાડેધાડા ગોઠવાયા છે. જોકે વાતાવરણ શાંત રહે તે હેતુથી પોલીસ તાકીદે કામગીરી કરી રહી છે.
કચ્છઃ મુન્દ્રાના છસરા ગામે અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, 6 લોકોની હત્યા
કચ્છના મુંદ્રા નજીક આવેલા છસરા ગામે જૂની અદાવતમાં થયેલી જૂથ અથડામણમાં 6 લોકોની હત્યા થઇ હોવાની કંપાવનારી ઘટના સામે આવી છે. કચ્છના ઈતિહાસની આ સૌથી મોટી જૂથ અથડામણની ઘટના મનાઈ રહી છે.
ઘટનાને નજરે જોનારા લોકોનું માનીએ તો તિક્ષ્ણ હથિયારોથી બન્ને જૂથોના લોકોએ એકબીજા પર હુમલા કર્યા હતા. જૂથ અથડામણમાં 6નાં મોતના પગલે બીજી કોઈ ઘટના ન ઘટે એટલાં માટે પોલીસે ગામમાં અને ગામની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે જ છસરા ગામને પોલીસ છાવણીમાં પણ ફેરવી દેવાયું છે. હાલમાં છસરા ગામમાં સ્થિતિ થાળે પડી ગઈ હતી. પણ પોલીસે બન્ને જૂથના લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.