ઉના : વેરાવળમાં ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતો યુવક બન્યો ભોગ. ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી મિત્રતા કેળવી ફિરંગી મહિલાએ પોતે ઇન્ડિયા આવી છે અને ઇન્ડિયન કરન્સી નહી હોવાનું કહી મદદ માંગી હતી. યુવકે વિશ્વાસમાં આવી અલગ અલગ ત્રણ વાર SBIના બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા હતા. આખરે છેતરપીંડી થયાનો અહેસાસ થતા યુવકે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિદેશી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્ફ્યુઝ કોરોના: ગુજરાતમાં અમદાવાદ કરતા દાહોદમાં વધારે કેસ નોંધાયા, કુલ 30 કેસ નોંધાયા


છેલ્લા ઘણા સમયથી ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપીંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો ગીર સોમનાથના વડા મથક વેરાવળ શહેરમાં સામે આવ્યો છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને ફિરંગી મહિલાએ વિશ્વાસમાં લઇ લાલચ આપી 8 લાખનો ચૂનો લગાવી દેતા યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તરપ્રદેશ અને વેરાવળમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય ધરાવતા દેવાનંદ ઇન્દ્રપતિ દૂબે નામના યુવકને થોડા દિવસ પહેલા એલિકા પીટરશન નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવતી જેસી અલીયા પીટરસન નામની મહિલાએ મેસેન્જર મારફતે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે વિપ્ર યુવકે સ્વીકારી બાદ માં વોટ્સએપના માધ્યમથી વધુ પરિચય કેળવી વિશ્વાસમાં લીધો હતો. જો કે યુવક દેવાનંદ દુબેને વાતની ભનક પણ આવી નહોતી. 


PI દેસાઇે કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે, કોંગ્રેસી નેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા


થોડા દિવસમાં ગાઢ મિત્રતા કેળવી મહિલાએ ઇન્ડિયા આવી હોય અને તેની પાસે રહેલ બ્રિટિશ કરન્સીને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરવાનું જણાવી યુવક પાસે મદદ માંગી હતી. એક દિવસ માં 8 લાખ જેવી રકમ બેન્ક એકાઉન્ટ મારફત ટ્રાન્સફર કરવી હતી. પ્રેમમાં પાગલ યુવકે કરી પણ દીધી હતી.


આઠ લાખ ટ્રાન્સફર કર્યા બાદ વધુ રકમની માંગ કરતા અને યુવકને પોતે ફસાયો હોવાની શંકા જતા બેન્ક એકાઉન્ટની ખરાઈ કરતા બોગસ હોવાનું અને પોતાને ચૂનો લાગ્યાનું માલુમ પડ્યું હતું. પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે વિદેશી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરાયેલા યુવક દેવાનંદ દુબે  હવે પસ્તાવો કરી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube