કન્ફ્યુઝ કોરોના: ગુજરાતમાં અમદાવાદ કરતા દાહોદમાં વધારે કેસ નોંધાયા, કુલ 30 કેસ નોંધાયા

  રાજ્યમાં કોરોના વાયરસ કાબુમાં છે કે બેકાબુ છે તે કહેવું મુશ્કેલ થાય તેવી સ્થિતિ છે. સતત 3 દિવસ વધ્યા બાદ આજે કેસ ઘટ્યાં છે પરંતુ ત્રણ દિવસ અગાઉ આવેલા કેસ કરતા આ કેસ વધારે છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી 42 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 8,14,307 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. 

કન્ફ્યુઝ કોરોના: ગુજરાતમાં અમદાવાદ કરતા દાહોદમાં વધારે કેસ નોંધાયા, કુલ 30 કેસ નોંધાયા

ગાંધીનગર :  રાજ્યમાં કોરોના વાયરસ કાબુમાં છે કે બેકાબુ છે તે કહેવું મુશ્કેલ થાય તેવી સ્થિતિ છે. સતત 3 દિવસ વધ્યા બાદ આજે કેસ ઘટ્યાં છે પરંતુ ત્રણ દિવસ અગાઉ આવેલા કેસ કરતા આ કેસ વધારે છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી 42 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 8,14,307 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. 

રાજ્યમાં હાલ કુલ 330 એક્ટીવ કેસ છે. જે પૈકી 325 લોકો સ્ટેબલ છે. જ્યારે 05 લોકો વેન્ટીલેટર પર છે. 8,14,307 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. જ્યારે 10076 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. જે સારા સમાચાર છે આ ઉપરાંત 24 જિલ્લા 02 મહાનગરપાલિકામાં એક પણ કેસ નોંધાયો નથી. તો બીજી તરફ ચોંકાવનારી બાબત છે કે અમદાવાદ કરતા પણ દાહોદમાં માત્ર 6 કેસ જ નોંધાયા છે. દાહોદમાં કપ્પા વેરિયન્ટના કેસ નોંધાયેલા છે.

જો કોરોનાના રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 341ને પ્રથમ અને 7531 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 45 વર્ષથી વધારેની ઉંમરના 63271 લોકોને રસીનો પ્રથમ જ્યારે 43415 લોકોને રસીનો બીજો ડોજ અપાઇ ચુક્યો છે. જ્યારે 18-45 વર્ષનાં 190903 લોકોને રસીનો પ્રથમ અને 17203 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે એક જ દિવસમાં 3,22,664 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં 3,16,30,281 કુલ લોકોનું રસીકરણ થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news