મહુધા: વેલ્ડિંગ દરમિયાન લક્ઝરી બસમાં લાગી આગ, રોડ પર ટોળા ઉમટી પડ્યાં
ખેડા જિલ્લાનો પ્રજાસત્તાક દિવસનાં ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે જીલ્લા સ્તરની ઉજવણી થવાનાં છે તે સ્થળની સામે જ વેલ્ડિંગની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. મહુધામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જે સ્થળ પર થવાની છે તેની સામે જ વેલ્ડીંગની દુકાન આવેલી છે. ત્યાં વેલ્ડિંગ કરતા સમયે બસમાં આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે હાઇવે પર લોકો એકત્ર થવા લાગ્યા હતા. રોડ પર પણ આગનાં પગલે ભારે ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ હતી.
યોગીન દરજી/ ખેડા : ખેડા જિલ્લાનો પ્રજાસત્તાક દિવસનાં ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે જીલ્લા સ્તરની ઉજવણી થવાનાં છે તે સ્થળની સામે જ વેલ્ડિંગની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. મહુધામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જે સ્થળ પર થવાની છે તેની સામે જ વેલ્ડીંગની દુકાન આવેલી છે. ત્યાં વેલ્ડિંગ કરતા સમયે બસમાં આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે હાઇવે પર લોકો એકત્ર થવા લાગ્યા હતા. રોડ પર પણ આગનાં પગલે ભારે ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ હતી.
વડોદરા LCBએ 72 ખોખા દારૂ સહિત 11.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો
આગ લાગ્યા બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે ફાયર વિભાગ આવે તે પહેલા જ સ્થાનિક ટેન્કરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી. લક્ઝરી બસમાં આગ એટલી વિકરાળ હતી કે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થવા લાગ્યા હતા. આગનાં કારણે વેલ્ડિંગ કરી રહેલા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જો કે આગ કાબુમાં આવી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube