સુરત : એવું કહેવાય છે કે, ગુંદા કેટલો પણ હોંશિયાર કેમ ન હોય પરંતુ તે એવી ભૂલ કરે છે. જેના કારણે તેને આખરે પાંજરે પુરવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. જેથી આરોપીએ કરેલા 8 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BHAVNAGAR નાં ખેડૂતે મફતના ભાવ ઉગાડેલા છોડ હવે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યું છે


વર્ષ 2014માં મહારાષ્ટ્રના અમલનેર જિલ્લામાં હત્યા કરી આરોપી નાસતો ફરતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મહારાષ્ટ્ર રાજ્યના અમલનેર જિલ્લામાં એક હત્યાની ઘટના બની હતી. જેમાં મૃતકના મોં પર પથ્થર મારી આખું મોં છુંદી નાખવામાં આવ્યું હતું. આ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, વાલ્મીક આંબા ઉર્ફે રમેશ ચૌધરી દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 


GUJARAT માં કોરોના 1000 ને પાર પહોંચતા જ CM ની બેઠક, તાબડતોબ બદલાયા આટલા નિયમ


જેથી તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, વર્ષ 2014માં અમલનેર જિલ્લામાં અશોક યાદવ નામના યુવકની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ હત્યા કરવાનું કારણ અશોક યાદવ વાલ્મીક આંબાની માતા સાથે અનૌતિક સંબંધો અને તેની માતા સાથે મારઝૂડ કરવામાં આવતી હોવાનો ખુલાસો કરવામાં આવતા હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube