BHAVNAGAR નાં ખેડૂતે મફતના ભાવ ઉગાડેલા છોડ હવે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યું છે
શહેરના વાવડી ગામના નવી નવી ખેતી કરવા જાણીતા બનેલા ખેડૂત રમેશ મકવાણાએ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. પોતાની વાડીમાં 500 રોપા સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. જેમાં તેઓની મહેનત રંગ લાવી છે, અને સ્ટ્રોબેરી ફાર્મમાં હાલ લાલ ચટાક સ્ટ્રોબેરી ફળો જોવા મળી રહ્યા છે. હાલ તેઓ પોતાની માત્ર 10 વીઘા જમીન પર અલગ અલગ 9 પેદાશોની ખેતી કરી હજારો રૂપિયા ઉપજ મેળવી રહ્યા છે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : શહેરના વાવડી ગામના નવી નવી ખેતી કરવા જાણીતા બનેલા ખેડૂત રમેશ મકવાણાએ સ્ટ્રોબેરીની ખેતી કરી છે. પોતાની વાડીમાં 500 રોપા સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. જેમાં તેઓની મહેનત રંગ લાવી છે, અને સ્ટ્રોબેરી ફાર્મમાં હાલ લાલ ચટાક સ્ટ્રોબેરી ફળો જોવા મળી રહ્યા છે. હાલ તેઓ પોતાની માત્ર 10 વીઘા જમીન પર અલગ અલગ 9 પેદાશોની ખેતી કરી હજારો રૂપિયા ઉપજ મેળવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના ખેડૂતો નીત નવું વાવેતર કરવા માટે જાણીતા છે, નવા નવા સંશોધનો કરી પ્રાકૃતિક ખેતી થકી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, એવાજ એક ખેડૂત છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણા કે જેઓ પોતાના વારસાની માત્ર 10 વીઘા જમીન માં અલગ અલગ 9 જેટલા પાક લઈ રહ્યા છે. રમેશ મકવાણા પહેલા રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમજ પ્રાકૃતિક ખેતી થકી અલગ અલગ પાકોનું વાવેતર કરી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
વાવડી ગામના ખેડૂત રમેશભાઈ મકવાણાએ બે વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી શરૂ કરી છે. જેમાં સૌથી પહેલા તેમણે પોતાની વાડીમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું, ત્યાર બાદ ડ્રેગન ફ્રૂટના બે છોડ વચ્ચેની જગ્યામાં તેઓએ પપૈયાનું પણ વાવેતર કર્યું હતું. ત્યાર બાદ આંબો, બોર, ડુંગળી, ઘઉં અને શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે વાડીમા બચેલી જગ્યામાં તેઓએ 500 જેટલા સ્ટ્રોબેરી છોડનું વાવેતર કર્યું છે. વાવેતર કર્યાના માત્ર દોઢ માસ જેટલા સમયમાં ખેડૂત રમેશભાઈની મહેનત રંગ લાવી છે. હાલ તેમની વાડીમા વાવેલા સ્ટ્રોબેરીના છોડમાં લાલ ચટક સ્ટ્રોબેરી ફળો જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે