GUJARAT માં કોરોના 1000 ને પાર પહોંચતા જ CM ની બેઠક, તાબડતોબ બદલાયા આટલા નિયમ
Trending Photos
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતી હતી. કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહાનગરોમાં ધનવંતરી રથ-સંજીવની રથની સંખ્યા પણ વધારવામાં આવશે. રાજ્યમાં ૯૦ ટકા વસ્તીને વેક્સિનેશન ડોઝ કવચ અપાઇ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા ખાસ ડોમ પણ જરૂર જણાયે ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મૂકયો હતો. આ બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેસ્ટિંગ સાથોસાથ કોન્ટેકટ ટ્રેસિંગ પણ સઘન બનાવવા બેઠકમાં સૂચવ્યું હતું. રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધનવંતરી રથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આગામી ત્રીજી જાન્યુઆરીથી રાજ્યના ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોના વેક્સિનેશનની ડ્રાઇવ અંગે પણ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભમાં આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૮.૯૪ કરોડ વેક્સિનેશન ડોઝ આપીને કુલ વસ્તીના ૯૦ ટકાનું વેક્સિનેશન પૂર્ણ કરી દેવાયું છે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કિટ અને માસ્ક સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને તેમણે આપી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે