અમદાવાદ: સરકારે પાટીદાર યુવાનોને કેસ પરત ખેંચવાની લોલીપોપ આપી, હાર્દિકની પત્ની
હંમેશાં આક્રમક વલણ અપનાવતી પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દીક અને અન્ય યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવા માટે આવેદન પત્ર આપવાનો માર્ગ અપનાવ્યો છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: હંમેશાં આક્રમક વલણ અપનાવતી પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દીક અને અન્ય યુવાનો સામે થયેલા કેસ પરત ખેંચવા માટે આવેદન પત્ર આપવાનો માર્ગ અપનાવ્યો છે. આજે પાસના યુવાનો અને હાર્દીકનાં પત્ની કિંજલ પટેલે હાર્દિક પટેલ તથા પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિર્દોષ પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવા બાબતે અમદાવાદ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામા આવ્યો કે સરકાર અને સંસ્થાના આગેવાનો દ્વારા આપવામા આવેલી બાંહેધરી મુજબ પાટીદાર યુવાનો પર ના કેસ પરત ખેચવાની જાહેરત કરવામાં આવી હતી.
અમદાવાદ: દેશમાં વધી રહેલી મોંઘવારી અને સરકાર વિરુદ્ધ કોંગ્રેસનાં ઉગ્ર દેખાવો
જો કે ચુંટણી દરમ્યાના અમુક ચોક્ક્સ અને નાના કેસ પરત ખેચવામાં આવ્યા હતા. હજુ ઘણાં જિલ્લાના આંદોલન કારીઓ અને પાટીદાર નિર્દોષ યુવાનો પરના કેસ પરત ખેચવાના બાકી હોઇ યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. જે કેસ પરત ખેચવાની માંગ કરવામાં આવી આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. જો અગામી પંદર દિવસમાં પોલીસ કેસ સંદર્ભે કોઇ યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો પાસ દ્વારા સમગ્ર રાજ્યમાં રચનાત્મક કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
રેશનકાર્ડ કૌભાંડ: પોલીસે મહત્વનાં આરોપીઓની ધરપકડ કરી
અમદાવાદ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા આવેલા હાર્દીકનાં પત્ની કિંજલ પટેલે કહ્યુ કે અમે ગાંધીજી અને ભગતસિંહને આદર્શ માન્યા છે. જે લોકો ભાજપમાં જોડાયા તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળે છે. જ્યારે હાર્દિક અને અલ્પેશ કથીરિયા જેવા યુવાનોને હેરાન કરે છે. આ કોઇ ચુંટણી માટેની તૈયારી નથી. યુવાનો પર થયેલા ખોટા કેસ પરત ખેંચવાની માંગ હાર્દીક પર જે કેસ છે તે કેસના આરોપીઓને પોલીસ સ્ટેશન થી જામીન મળે છે. હાર્દીકે આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું. હું પણ કાયદાની વિદ્યાર્થીની છું, અમે સદાય કાયદાનું સન્માન કરીએ છીએ. આજે અમદવાદ સહિત ગુજરાત પાસ દ્વારા તમામ તાલુકા જીલ્લા કક્ષા એ પાસ કન્વિનરો દ્વારા આવેદનપત્ર આપી રજુઆત કરવામા આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube