રેશનકાર્ડ કૌભાંડ: પોલીસે મહત્વનાં આરોપીઓની ધરપકડ કરી

સાયબર ક્રાઈમેં 2019ના ડિસેમ્બર માસમાં બનાવટી ફિંગર પ્રિન્ટના આધારે રેશનિંગનું કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં એક બાદ એક એમ કુલ 37 આરોપીની ધરપકડ કરી હતી ત્યારે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પકડાયેલ 5 આરોપી પૈકી એક આરોપી મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે ત્યારે સાયબર ક્રાઈમેં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રેશનકાર્ડ કૌભાંડ: પોલીસે મહત્વનાં આરોપીઓની ધરપકડ કરી

જાવેદ સૈયદ/અમદાવાદ: સાયબર ક્રાઈમેં 2019ના ડિસેમ્બર માસમાં બનાવટી ફિંગર પ્રિન્ટના આધારે રેશનિંગનું કૌભાંડ ઝડપ્યું હતું. જેમાં એક બાદ એક એમ કુલ 37 આરોપીની ધરપકડ કરી હતી ત્યારે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પકડાયેલ 5 આરોપી પૈકી એક આરોપી મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે ત્યારે સાયબર ક્રાઈમેં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમેં 6 ડિસેમ્બર 2019ના રોજ બનાવતી ફિંગર પ્રિન્ટનું કૌભાંડ પકડ્યું હતું. જેમાં એક શખ્સ સરકારી અનાજની દુકાનોના સંપર્ક કરી રેશનકાર્ડ ધરકોના ડેટા મેળવી રબર જેવા મટીરીલ્યસનો ઉપયોગ કરીને ફિંગરપ્રિન્ટ બનાવતો હતો. દુકાનદારોને વેચી દેતો હતો. ત્યારે દુકાનદારો આ ડેટાના આધારે નકલી બિલ બનાવી રેશન મેળવી આર્થિક ફાયદો મેળવી લેતા હતા. આ મામલે સાયબર ક્રાઈમેં 37 આરોપીઓની ધરપકડ કરી હતી.

37 આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા અને અન્ય આરોપીઓના નામ ખુલ્ય હતા, ત્યારે સાયબર ક્રાઈમેં વધુ 5 આરોપીની રાજકોટથી ધરપકડ કરતા ધરપકડનો આંક 42એ પહોંચ્યો હતો. તાજેતરમાં પકડાયેલ 5 આરોપીએ ફિંગર પ્રિન્ટના આધારે આર્થિક ફાયદો મેળવ્યો છે. હસમુખ રાણાએ 40, દિલીપ દેસાઈએ 35, અનિલ જેઠવાએ 30, રાવીરાજ પીપડીયાએ 30 ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કર્યો છે. જ્યારે વિજય પવાર નામનો આરોપી રાજકોટ માલતદાર કચેરીમાં પુરવઠા વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે. તેને દુકાનદારોના ગ્રાહકોના રેશનકાર્ડમાં અઢાર નંબરો એડ કરાવી DBT કરી આપેલ છે. સમગ્ર મામલે કુલ 42 આરોપી પકડાયા છે, ત્યારે હજુ આ મામલે કેટલા આરોપી છે અને કોઈ અન્ય અધિકારી કે કર્મચારી કૌભાંડમાં સામેલ છે કે નહીં તેની સાયબર ક્રાઈમ દ્વારા તપાસ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news