અતુલ તિવારી/ અમદાવાદ : નાગરિકતા સંશોધન એક્ટ મામલે દેશના જુદા જુદા વિસ્તારોમાં ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે NCP ના નેતા શંકરસિંહ વાઘેલાએ CAA ને કેન્દ્ર સરકારની ભૂલ ગણાવી છે. CAA ના કારણે દેશના કેટલાક ભાગમાં વણસેલી પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારને  જવાબદાર ગણાવતા કહ્યું હતું કે આ નિર્ણયો આયોજન વગરની ખોટી અને અતિ મહત્વશીલ સરકાર કેન્દ્રમાં હોવાથી થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓ માત્ર વ્યવસાયમાં જ નહી રમતગમત ક્ષેત્રે પણ 'ખેલાડી' હોય છે: CM


શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અન્ય મુદ્દાઓથી ધ્યાન હટાવવા આવા પ્રકારના કાયદાઓ કેન્દ્ર સરકાર લાવી રહી છે. જેમાં માત્ર મુસ્લિમોને જ ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવે છે. 370 હતી તો શું, રામ મંદિર હતું કે નહીં તેનાથી આજે કોઈને ફરક નથી પડતો. હાલ કાશ્મીરની હાલત શુ છે ઉપરવાળાને ખબર. રામ મંદિરથી કોઈને ઘરે રોટલી નહીં મળે જેવા નિવેદન આપી પોતાની વાત મૂકી હતી. શંકરસિંહે કહ્યું હતું કે દેશની ઇકોનોમી મજબૂત થાય તે જરૂરી છે, ત્યારે CAA અણધણ વહીવટનું ઉદાહરણ છે. અમે હિન્દૂ છીએએ સર્ટિફિકેટની અમારે જરૂર નથી. વર્ષ 1975માં નવનિર્માણ આંદોલનમાં જે થયું એવા પ્રકારની હાલ મુવમેન્ટ જોવા મળી રહી છે. જે ભાજપને ઉખાડી ફેંકશે.


બનાસકાંઠાને બરબાદ કર્યા બાદ મહેસાણામાં તીડોના તરખાટથી ખેડૂતો પરેશાન


સરકારના કામકાજ અંગે વાત કરતા શંકરસિંહે જણાવ્યું હતું કે મુસ્લિમોને બદલે સરકાર ચાઈના સામે લાલ આંખ કરે તે જરૂરી છે. આ રીતે દેશ ના ચલાવાય, 22 વર્ષથી ગુજરાત પણ એવું જ ચાલે છે. કેન્દ્રમાં બાંધકામ ખાતાનો મિનિસ્ટર કોણ છે. આજે તે કોઈ જાણતું પણ નથી. દેશને આજે વિકેન્દ્રિત વહીવટ અને નાણાં જરૂરી છે. એવામાં ભાજપનું ક્લાઈ પૂરું થયું છે. હવે આ બહુ નહીં ચાલે. સરકાર આ કામો માત્ર પોતાના માર્કેટિંગ માટે કરી રહી છે. લાંબા સમય બાદ મીડિયા સામે આવેલા શંકરસિંહે નાગરિકતા સંશોધન એક્ટ મામલે કેન્દ્ર સરકારને આડેહાથે લીધી હતી અને સરકારની નીતિઓની ખુલેઆમ ટીકા કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube