ગુજરાતીઓ માત્ર વ્યવસાયમાં જ નહી રમતગમત ક્ષેત્રે પણ 'ખેલાડી' હોય છે: CM
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ : ખેલમહાકુભ ૨૦૧૯નો સમાપન અને ઇનામ વિતરણ સમારોહ અમદાવાદમાં યોજાયો. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેલાડઓને ટ્રોફી અને ચેક એનાયત કર્યા. આ વર્ષે ખેલ મહાકુંભ ૨૦૧૯ માં ૪૬૮૯૭૩૦ રમતવિરોએ ઓનલાઇન નાંધણી કરી હતી, તે પૈકી ૮૩.૮૬% એટલે ૩૯૩૨૯૦૩ ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ખેલ મહા કુંભમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, મહાનગર પાલિકા, ઇન્ટર ડીસ્ટ્રીક ઝોન કક્ષા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઇ હતી. જિલ્લા અને રાજ્યકક્ષાના વિજેતા ખેલાડીઓને ૪૦ કરોડના પુરસ્કાર એનાયત કરાયા હતા. તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધા માં શ્રેષ્ઠ દેખાવ કરનારને રોકડ પુરસ્કારથી સન્માનતી કરાયા હતા. ખેલ મહાકુંભ ૨૦૧૯માં રાજ્યકક્ષાએ દેખાવ કરનાર ત્રણ શાળાઓને અનુક્રમે પાંચ ત્રણ અને બે લાખના પુરસ્કાર અપાયા. રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ મહાનગર પાલિકા અને ત્રણ જિલ્લાઓને ટ્રોફી એનાયત કરાઇ ખેલ મહાકુંભ ૨૦૧૯માં ઓલમ્પીક રમત ફુટબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, હોકી અને વોલીબોલ તથા ચાર નોન ઓલમ્પીક રમત કબડ્ડી, ખોખો, શુટીંગ બોલ, અને રસ્સા ખેંચની ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઇ. આ ટીમોને ફોર પ્લે ઓવોર્ડ આપવામાં આવ્યો.
ખેલ મહાકુંભ 2019ના સમાપન પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યુ કે ખેલમહાકુંભમાં ૩૯ લાખ આબાલ-વૃદ્ધ ખેલાડીઓએ ખેલ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. ગુજરાતે આ ખેલમહાકુંભની ફલશ્રૃતિએ અનેક આંતરરાષ્ટ્રીયકક્ષાના ખેલાડીઓ આપ્યાં છે. રાજયમાં સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સહાયથી ૧૫ જિલ્લાઓમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ શાળાઓ શરૂ કરવામાં આવી છે. આ શાળાઓમાં રમત-ગમત કેન્દ્રો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાતના ખેલાડીઓએ ખેલમહાકુંભની સફળતાના પગલે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયકક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઈ ૬૯૩ જેટલાં એવોર્ડ જીતી રાજયને ગૌરવ અપાવ્યું છે. આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને રમત-ગમત સહિત સર્વાંગી વિકાસના ક્ષેત્રે પણ ૨૦-૨૦ ફોર્મેટથી વિશ્વનું રોલમોડેલ બનશે. એથલીટ સરિતા ગાયકવાડે પણ ખેલ મહાકુંભની સરાહના કરતાં કહ્યુ હતુ કે તે ખેલાડીઓ માટે યોગ્ય પ્લેટફોર્મ છે. અમદાવાદ મહાનગર પાલિકના ખેલાડી રાજવીર વાઘેલા તથા હોકી પ્લેયર ધનરાજ પીલ્લાઇ ને પણ ખેલ મહાકુંભને યોગ્ય પ્લેટ ફોર્મ ગણાવ્યુ હતું.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે ગુજરાતીઓ માત્ર વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે જ આગળ હોવાની છાપ બદલીને ગુજરાતનું રમત-ગમત સામર્થ્ય બહાર લાવવામાં રાજય સરકાર સફળ નિવડી છે. રાજયના બાળકો, યુવાનો સહિત ખેલાડીઓને પ્રેરણા આપતા કહ્યું કે, રાજયનું યુવાધન રોજ રમત-ગમતના મેદાનમાં પરસેવો પાડીને ખેલ કૌવત ઝળકાવે સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઈન્ડિયા’ના સૂત્રને સાકાર કરે તેવી મનસા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે