અમદાવાદ : કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટિમ ફરી એકવાર આજે (શુક્રવારે) ગુજરાતની મુલાકાતે આવી હતી. ગુજરાતની કોરોના મુદ્દે સતત વણસી રહેલી સ્થિતીના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ટીમ મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી થી 4 સભ્યોની ટિમ ગુજરાત આવી હતી. સરકાર દ્વારા થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી વસુલાતા દંડ મુદ્દે થયેલા દેખાવોમાં NCP એ તમામ નિયમો તોડ્યા

આ અંગે માહિતી આપવા માટે કેન્દ્રીય ટીમ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સુરતના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોની મુલાકાત લીધી છે. બધા સાથે બેસીને ચર્ચા કરી છે. વિવિધ હોસ્પિટલની મુલાકાત લઇને સરકાર અને ડોક્ટર સાથે વાતચીત કરી છે. સુરતના કન્ટેન્મેન્ટ ઝોનની પણ મુલાકાત લીધી છે. અમદાવાદ કોર્પોરેશને કોરોનાને નાથવામાં કઇ રીતે સફળતા મેળવી તે અંગે પણ માહિતી મેળવી છે. આ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા પણ કરી છે. 


રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું, મારી કહ્યા અનુસાર કરીશ તો M.P Ed ગોલ્ડ મેડલ સાથે અપાવીશ


કોરોનાની લડાઇમાં અમે શક્ય તે તમામ પ્રકારે મદદ કરીશું. ગુજરાતમાં અમે બેસ્ટ અને પોઝિટિવ પ્રેક્ટિસ જોઇ છે. આ મોડલને સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં કોર્પોરેશનની કામગીરી ખુબ જ સારી રહી. આ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કોમોડિટી સેન્ટરઅને સુરતમાં પણ અમે સ્થિતી સમજવાનો પ્રયાસ કર્યો છે. હોમ ક્વોરન્ટાઇનમાં કઇ રીતે કેસોની તપાસ થાય છે. કેવી રીતે આગળ વધારવામાં આવે છે તે પણ અમે જોયું છે. ધન્વન્તરી રથની પ્રેક્ટિસ ખુબ જ સારી રહી છે. અર્બન હેલ્થ મોડલ ખુબ સારુ રહ્યું તેને પણ દેશ સ્તરે લઇ જવામાં આવશે. 


પ્રેમિકાને મળવા પાકિસ્તાન જઇ રહેલો યુવક આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસેથી ઝડપાયો

લેબર ફોર્સ પાછા આવી રહ્યા છે અને મેન્યુફેક્ચરિંગ શરૂ થઇ રહ્યું છે. દેશ માટે જીડીપીને આગળ વધારવાની જવાબદારી છે. લેબરની દિનચર્યા બદલવી પડશે. તેમને સ્મોકિંગ કે અન્ય નશાની આદત હોય તો તે પણ બદલવી પડશે. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ઓ.પી સેન્ટર બનાવવામાં આવ્યું છે, દેશનાં બીજા રાજ્યોમાં લઇ જવાશે. કામદારો કઇ રીતે બચે અને તેની પાસેથી પ્રોડક્શન કઇ રીતે લઇ શકાય તે દિશામાં સારી કામગીરી છે તે અંગે સમગ્ર દેશમાં લાગુ કરાશે. ટેક્નોલોજીનો પણ મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.


આ અંગે જણાવતા AIIMS ના ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું કે, અગાઉની મુલાકાત કરતા અલગ જ અમદાવાદ જોવા મળ્યું. વેન્ટિલેટરની કોઇ જ કમી નથી. વેન્ટિલેટરની કમી નહી હોવાનાં કારણે ડોક્ટરનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. ડાયાબીટીસ સહિતનાં અન્ય લોકોની સારી રીતે સારવાર અને સારસંભાળ કરવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ વર્કર ડાયમંડ હોય ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી હોય ઇકોનોમિક ખુલી રહ્યા છે lockdown ખુલી રહ્યા છે બારના પ્રદેશોથી બહાર ગુજરાત પાછા આવશે તેમને ખાસ ટ્રેનિંગ કરવામાં આવશે જે લોકો એ લોકો સંક્રાંતિ ન થાય અને આગળના ફેલાવે તે જોવું જરૂરી છે. આવા વર્કરોને કોઈ દવા આપી શકાય કે નહીં અને તેમનું મોનીટરીંગ કરવું જરૂરી છે. કોરોનામા વેન્ટિલેટર કરતા ઓક્સિજન મળે એ જરૂરી છે અને એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે ખૂબ સારી બાબત છે. 


આરતી આહુજાએ જણાવ્યું કે, આરોગ્ય સેતુનો ઉપયોગ કરવાથી ઝડપી ખબર પડે છે. અમદાવાદ સુરતમાં અને તમામ જિલ્લાઓમાં આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકાય છે. કંટેનમેન્ટ ઝોનમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ ખુબ જ સારુ થઇ રહ્યું છે. અગાઉ અમદાવાદમાં મોતનો આંકડો ખુબ જ ઉંચો હતો. હવે સ્થિતી સુધરી છે. જો કે ગુલેરિયાએ સુરતમાં વધી રહેલા કેસ અને મોતના આંકડા અંગે મૌન સેવ્યું હતું. 

ઇન્જેક્શન અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, વિદેશથી ઇન્જેક્શન આવે છે. આપણે શક્ય તેટલા વધારે મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઇન્જેક્શનની અછત માત્ર ગુજરાત નહી તમામ રાજ્યોમાં અછત છે. ટોસિલિઝુમબ ઇન્ડેક્શનનો પ્રયોગ સફળ નથી. પેશન્ટ ખુબ જ સીરિયસ સ્ટેજમાં હોય તો જ તે આપવું જોઇએ. ઇન્જેક્શન શરૂઆતથી જ આપવાનાં ખ્યાલથી બચવું જોઇએ. રૈમદેવીસીર દવા દિલ્હીમાં એક પણ વ્યક્તિ અપાઇ નથી. રાષ્ટ્રીય મૃત્યુદરથી સુરતનો દર ખુબ જ ઓછો છે. પ્લાઝમાં થેરપી એક ટ્રીટમેન્ટ છે. જે દરેકે દરેક દર્દીએ બદલાય છે. દરેક પર તે સફળ રહે તે જરૂરી નથી. ભારત વેક્સીન બાબતે વિશ્વથી ઘણું આગળ છે. ભારતમાં 2 વેક્સીન તૈયાર છે. વેક્સીન જ્યાં પણ તૈયાર થાય પરંતુ બનશે ભારતમાં જ તે એક ગર્વની બાબત છે. માનવતા અને દેશ માટે વેક્સીનની જરૂર છે. 


ઉના: ભાચામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રહેતા ભાંડો ફુટ્યો

વિવિધ સોફ્ટવેર વિકસાવાયા છે તેનો ફાયદો થશે. કોરોના વાયરસ હજી લાંબો સમય રહેવાનો છે. તેથી આ સ્થિતી સાથે આપણે જીવતા શીખી જવું પડશે. ગુજરાતમાં સ્થિતી ખુબ જ ફાયદાકારક છે. ગુજરાતે પોતાની પણ નિષ્ણાંતોની ફોર્સ બનાવી છે તે ખુબ જ સારુ છે. આ પ્રકારની નિષ્ણાંતોની કમિટી  દરેક રાજ્યમાં હોવી જોઇએ તે માર્ગદર્શન આપી શકે. પ્લાઝમા ટ્રાન્સમિશન પણ એક ખુબ જ સારી બાબત છે. ગુજરાતમાં મૃત્યુદર ખુબ જ નીચો આવ્યો તે સારી બાબત છે. ટેલિમેડિસિનની મદદ લેવાઇ રહી છે. ઘરે ઘરે જઇને ડોક્ટર્સની ટીમ તપાસ કરે છે. ટેક્નિકલી સ્ટ્રોંગ હોવાને કારણે ગુજરાત સંશોધન ક્ષેત્રે પણ ખુબ જ આગળ છે. આયુષ મંત્રાલયની દવાઓનો પણ ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે. દર્દીઓ સાથે વીડિયો કોલ દ્વારા ચર્ચા પણ એક સારી કામગીરી છે. ગ્રામ્ય વિસ્તારોની સ્ટ્રેટેજીમાં પરિવર્તન આવે તે ખુબ જ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube