રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું, મારી કહ્યા અનુસાર કરીશ તો M.P Ed ગોલ્ડ મેડલ સાથે અપાવીશ
Trending Photos
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.P Ed ભવનના પ્રોફેસર ડૉ. વિક્રમ વંકાણી અને ભગીરથ રાઠોડ સામે વધારે એક વિદ્યાર્થીનીએ ઇમેઇલ દ્વારા ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. ઉપલેટાની વિદ્યાર્થીનીના નામે કુલપતિને કરવામાં આવેલા ઇ મેઇલમાં આક્ષેપ કર્યો કે 2018-19 માં M.P.ed માં અભ્યાસ કરતી હતી. આ પ્રોફેસર દ્વારા જો મારી સાથે વાતો કરીશ અને મને મળતી રહીશ તો ગોલ્ડ મેડલ અપાવીશ તેવું જણાવ્યું હતું.
હાલ તો કુલપતિ દ્વારા 15 દિવસ માટે બંન્ને પ્રોફેસર પર કેમ્પસ બંધી કરવામાં આવી છે. આંતરિક ફરિયાદ નિવારણ કમિટી વિદ્યાર્થીઓને લઇને નિવેદન લેશે. યુનિવર્સિટી માટે જો કે આ ખુબ જ આંચકાજનક બાબત છે. કુલપતિએ જણાવ્યું કે, કોઇ પણ કસુરવારને છોડવામાં આવશે. તેનો સાથ આપનારા કે છાવરવાનો પ્રયાસ કરનારાઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીનીએ કરેલી અરજીમાં જણાવ્યું કે, ડૉ. વિક્રમ વાંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. રાત્રે 10 વાગ્યે પણ મેસેજ કરતા હતા. જો તેમની વાત માનુ તો M.P Edમાં ગોલ્ડ મેડલ અપાવવાની પણ લાલચ આપી હતી. જેના કારણે આખરે મે કંટાળીને 2019-20 માં M.P Ed અધુરૂ મુક્યું હતું. જો કે સાહેબોનો દબદબો જોતા મે કોઇની સામે ફરિયાદ કરી નહોતી. જો કે હાલના સમાચારો જોતા મારામાં હિંમત આવતા હું આ અરજી કરી રહી છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે