અમદાવાદ: માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી વસુલાતા દંડ મુદ્દે થયેલા દેખાવોમાં NCP એ તમામ નિયમો તોડ્યા

માસ્ક નહી પહેરનાર વ્યક્તિ પાસે પહેલા 200 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જો કે તેને વધારીને અમદાવાદ કોર્પોરેશન દ્વારા 500 કરી દેવામાં આવતા એનસીપી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યા હતા. એનસીપીનાં કાર્યકર્તાઓ અને મહિલા એનસીપી પ્રમુખ રેશ્મા પટેલ પણ હાજર રહ્યા હતા.
અમદાવાદ: માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી વસુલાતા દંડ મુદ્દે થયેલા દેખાવોમાં NCP એ તમામ નિયમો તોડ્યા

અમદાવાદ : માસ્ક નહી પહેરનાર વ્યક્તિ પાસે પહેલા 200 રૂપિયા દંડ વસુલવામાં આવતો હતો. જો કે તેને વધારીને અમદાવાદ કોર્પોરેશન દ્વારા 500 કરી દેવામાં આવતા એનસીપી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યા હતા. એનસીપીનાં કાર્યકર્તાઓ અને મહિલા એનસીપી પ્રમુખ રેશ્મા પટેલ પણ હાજર રહ્યા હતા.

એનસીપી પ્રદેશ નેતા સહિતનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેણે અમદાવાદ કલેક્ટરને આવેદન આપ્યું હતું. રેલી યોજીને માસ્કનાં અસહ્ય દંડ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન એનસીપીનાં આગેવાન પત્ર આપીને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કર્યું હતું. તમામ નિયમોનાં ધજાગરા ઉડાડ્યાં હતા.

એનસીપી કાર્યકર્તાઓનાં ટોળેટોળા રેલીનાં નામે ઉમટ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સતત અપીલ કરવામાં આવે છે. પરંતુ વિરોધનાં નામે એકત્ર થયેલા એનસીપી કાર્યકર્તાઓએ તમામ નિયમો નેવે મુક્યા હોય તે પ્રકારે નિયમોનો ભંગ કર્યો હતો. 

એનસીપીની માંગ છે કે, સમગ્ર ગુજરાતમાં માસ્ક અંગે એક નિયત ગાઇડ લાઇન બનાવવામાં આવે. લોકડાઉનનાં કારણે પહેલાથી જ આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા નાગરિકો પાસેથી 500 રૂપિયા અસહ્ય દંડ વસુલવો કઇ રીતે યોગ્ય છે. એનસીપી દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે આવેદનો આપ્યા હતા. જો 26 જુલાઇ સુધીમાં યોગ્ય પગલા નહી લેવામાં આવે તો NCP રાજ્ય વ્યાપી પ્રતિક ઉપવાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news