લોભામણી જાહેરાતમાં ફસાયા અનેક 
આંતરિયાળ વિસ્તારના લોકો સાથે છેતરપિંડી
એકના ડબલની લાલચ આપી લાખો ખંખેર્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાઃ બનાસકાંઠાના દાંતામાં એકના ડબલ તેમજ ત્રણ ગણા પૈસા મળવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અંબાજી પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સો છેલ્લા ઘણા સમયથી દાંતા, પાલનપુર, ધાનેરા સહિતના વિસ્તારોમાં લોકોનો પોતાની વાતોમાં ફસાવી શિકાર બનાવી રહ્યાં હતાં. અને આમ એક એક કરીને 348 જેટલા લોકોને ટાર્ગેટ બનાવીને લાખો રૂપિયા ચાઉં કરી ગયા છે. 


તાલુકાઓમાં એજન્ટ થકી લોકોને વાતોમાં ફસાવતાં
વર્ષ 2014માં શરૂ થયેલી મલ્ટી પર્પજ કો. ઓપરેટિવ બેંકના અલગ અલગ એજન્ટ થકી 348થી વધુ ખાતેદારો બનાવી તેમની પાસેથી લાખો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. ધીમે ધીમે કરીને એકના ડબલની લાલચે 65 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા પણ જ્યારે પાકતી મુદ્દતે વળતર આપવાની વાત આવી તો કંપનીના માલિક અને ડિરેક્ટર દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે આ અંતર્ગત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.


આ પણ વાંચોઃ અમદાવાદમાં ઓવૈસીએ સભા ગજવી, ભાજપ-કોંગ્રેસ નિશાને, 2002ની ઘટનાને પણ કરી યાદ


છેવાડાના આદિવાસી વિસ્તારના લોકોને નિશાન બનાવતા 
આ ઠગ ટોળકી દાંતાના આંતરિયાળ એવા આદિવાસી વિસ્તારોમાં લોકોને ભારત સરકારના નામે લોભામણી લાલચો આપતી હતી. અને એજન્ટ થકી લાલચ આપી રોકાણ કરાવતી હતી. આવુ જ રોકાણ કર્યા બાદ પાકતી મુદ્દતે રોકાણ કરેલા નાણાં માગતા કંપની દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતાં. અને ગ્રાહકો તથા એજન્ટને વિશ્વાસઘાત થયાનું લાગતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
હાલ પોલીસે આ ઠગ ટોળકીનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube