ઝી બ્યુરો/તાપી: જિલ્લાના સોનગઢ ખાતે આવેલી ગુણસદાની આશ્રમ શાળાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન શાળામાં મીટરના ખુલ્લા વાયરો જોઇને મુખ્યમંત્રી પણ ચોંકી ઉઠયા હતા. આ ઘટનામાં ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ગૃહિણીમાં કહી ખુશી કહી ગમ! ટામેટાં, ઘઉં બાદ હવે..આ વસ્તુ મોંઘી અને આ સસ્તી!


ગતરોજ સોનગઢ તાલુકાના ગુણસદા ગામે આવેલ કુમાર છાત્રાલયની મુખ્યમંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં જીવંત વીજ વાયરો લટકતી હાલતમાં હોઈ જે અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી. ત્યારબાદ તાત્કાલિક વીજ વાયરોનું સમાર કામ કરી નવી વીજ લાઈન નાંખી મીટર પેટી નાખવામાં આવી છે, સાથે રમત ગમતના સાધનો પણ તાત્કાલિક મૂકવામાં આવ્યા.


રૂપની માયામાં કેટલા યુવાનો ભોગ બનશે! બે ટ્રાન્સજેન્ડરે જાહેરમાં કપડાં કાઢી નાંખ્યા..


તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ ગતરોજ સોનગઢ તાલુકાના ગુણસદા ગામે કુમાર છાત્રાલયની સ્થિતિ જોઇને વ્યથિત થવા સાથે ગુસ્સે થઇ ગયા હતા. ઓચિંતી મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રીએ આદર્શ નિવાસી શાળામાં લટકતાં વીજ વાયરો અને બિલ્ડિંગની સ્થિતિ જોઇને અકળાયા હતા. શિક્ષણમંત્રી કુબેર ડીંડોર અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં તાપી કલેક્ટર ડો. વિપિન ગર્ગ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓને તતડાવ્યા હતા અને સૂચના આપી હતી કે બાળકો માટે મોત બની શકે એવા આ લટકતાં વાયરોને તત્કાળ સરખા કરો.


રાજકોટમાં સરકારી દવાના મહાકૌભાંડનો પર્દાફાશ; મોડસ ઓપરેન્ડીથી ભલભલા ગોથે ચઢ્યા


મુખ્યમંત્રીએ લીધી શાળાની મુલાકાત
ગુણસદા પ્રા.શાળા ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના કેમ્પસની મુલાકાત લીધી હતી. આ વેળાએ તેમણે શાળા અને છાત્રાવાસમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સંવેદના સભર સંવાદ સાધતા ભણતર અંગે તેમજ શિક્ષણેત્તર પ્રવૃતિઓ અંગે વાર્તાલાપ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મેળવી સ્વર્ણિમ ભાવિનું ઘડતર કરવા પ્રેરણા આપી હતી.


PHOTOS:બાળ સિંહોની પાપા પગલી! ગંગા, જમુના અને સરસ્વતી પોતાના ભાઇ સાથે ટહેલવા નીકળ્યા