મોંઘવારીના માર વચ્ચે પીસાતી ગૃહિણીમાં 'કહી ખુશી કહી ગમ'! ટામેટાં, ઘઉં બાદ હવે...આ વસ્તુ મોંઘી અને આ સસ્તી!

શાકભાજી અને કઠોળ પછી હવે તેલના ભાવ વધતાં મધ્યમવર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી લોકોની માગ છે કે મોંઘવારીને કાબુમાં લેવા સરકારે નક્કર પગલાં લેવા જોઈએ.

મોંઘવારીના માર વચ્ચે પીસાતી ગૃહિણીમાં 'કહી ખુશી કહી ગમ'! ટામેટાં, ઘઉં બાદ હવે...આ વસ્તુ મોંઘી અને આ સસ્તી!

ઝી બ્યુરો/અમદાવાદ: તહેવારો નજીક આવતા જ દરેક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. આજે સિંગતેલના ભાવમાં 20 રૂપિયા વધ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલનો ભાવ 60 રૂપિયા વધતાં 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 3,120 રૂપિયા પાર પહોંચ્યો છે. સિંગતેલમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. શાકભાજી અને કઠોળ પછી હવે તેલના ભાવ વધતાં મધ્યમવર્ગને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી લોકોની માગ છે કે મોંઘવારીને કાબુમાં લેવા સરકારે નક્કર પગલાં લેવા જોઈએ.

સીંગતેલના ભાવમાં ફરી ભડકો
સીંગતેલના ભાવમાં ફરી ભડકો જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 60નો વધારો થયો છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3120 પર પહોંચ્યો છે. સીંગતેલમાં ચીનના નિકાસ વેપાર થયાના અહેવાલોથી તેજી જોવા મળી રહી છે. સીંગતેલના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સાતમ આઠમના તહેવારોમાં રાંધણ છઠના દિવસે મોટા ભાગની ગૃહિણીઓ ઘરે ફરસાણ બનાવતી હોય છે.

ડુંગળીના ભાવમાં વધારો
ટામેટાં, ઘઉં, કઠોળ બાદ હવે ડુંગળીના ભાવ વધારાની શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિક રિટેલ બજારમાં પ્રતિકિલો ડુંગળીનો ભાવે 10થી 15 રૂપિયા હતો તે વધીને 15થી 20 રૂપિયાએ પહોંચી ગયો છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં નવો પાક ઓછો જોવા મળી રહ્યો છે. ડુંગળીના પુરવઠાની અછત વચ્ચે ભાવ વધારો થવાની પૂરી શક્યતા ગણી શકાય.

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર
ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આસમાને પહોંચેલા ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. જી હાં એક કિલો ટામેટાનો ભાવ 200 રૂપિયાથી ઘટીને 120 રૂપિયા થયો છે. ઘણા દિવસ પછી ટામેટાના ભાવ ઘટતા ગૃહિણીઓમાં ખુશી જોવા મળી. હજુ પણ ટામેટાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ટામેટાના ભાવ વધતાં ટામેટાની ખરીદી કરવી ગૃહિણી માટે મુશ્કેલ હતી. આખરે ભાવ ઘટાડાની શરૂઆત થતાં ગૃહિણીઓએ રાહતના શ્વાસ લીધો છે.

નોંધનીય છે કે, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં પણ ત્રણથી ચાર ગણો વધારો ઝીંકવામાં આવ્યો છે. હાલ લોકોની આવક મર્યાદિત છે જ્યારે મોંઘવારી બેફામ વધી રહી છે. મોંઘવારીને કાબુમાં લાવવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ. 1000 રૂપિયા લઇ જ્યારે માર્કેટમાં કઠોળ કે અનાજ ખરીદવા જઈએ ત્યારે બધી વસ્તુ ખૂબ જ મોંઘી હોવાથી એક હજાર રૂપિયાનું કહી ઉપજતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news