રૂપની માયાજાળમાં કેટલા યુવાનો ભોગ બનશે! અમદાવાદમાં બે ટ્રાન્સજેન્ડરે એવી માયા પાથરી કે જાણી દંગ રહી જશો!

એલિસ બ્રિજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ જ્યારે બંને ટ્રાન્સજેન્ડર મહિલાઓની ધરપકડ માટે વસ્ત્રાપુર હોટેલમાં પહોંચી હતી. ત્યાં પણ તેઓએ જાહેરમાં કપડાં કાઢી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.

રૂપની માયાજાળમાં કેટલા યુવાનો ભોગ બનશે! અમદાવાદમાં બે ટ્રાન્સજેન્ડરે એવી માયા પાથરી કે જાણી દંગ રહી જશો!

ઉદય રંજન/અમદાવાદ: દિલ્હીની બે ટ્રાન્સજેન્ડર મહિલાઓએ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન થકી લૂંટની એવી માયા જાળ પાથરી કે, પોલીસ પણ તેમના કારનામાં સાંભળી દંગ રહી ગઈ. જેમાં દિલ્હીનો જ એક એન્જિનિયર ફસાયો અને બન્યો લૂંટનો શિકાર. ત્યારે ટ્રાન્સજેન્ડર કેવી રીતે મહિલા તરીકે પોતાની ઓળખ આપતી અને યુવકોને પોતાની જાળમાં ફસાવતી?

અમદાવાદના એલિસબ્રિજ પોલીસની કસ્ટડીમાં રહેલી ટ્રાન્સજેન્ડર મહિલાનું નામ સના છે. જે પોતાની અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર મીરાની સાથે રહે છે. અને અલગ અલગ શહેરોમાં ફરી યુવક અને શરીર સુખ આપવાના બહાને હોટલમાં બોલાવી લૂંટને અંજામ આપે છે. આવો જ એક બનાવ ગઈકાલે અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં બન્યો. જ્યાં દિલ્હીનો અમદાવાદમાં નોકરી કરતો એન્જિનિયર યુવકે હિન્જ નામની ડેટિંગ એપ્લિકેશન પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે મીરા નામની ટ્રાન્સજેન્ડર મહિલાએ તેનો સંપર્ક કર્યો અને એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્ષ હોટલ ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં બંનેએ ભેગા મળી દિલ્હીના અમીન નામના એન્જિનિયર યુવક સાથે 9,000ની લૂંટ ચલાવી, તેનું લેપટોપ પણ પડાવી લીધું હતું અને સાથો સાથ ધમકી આપી 50000ની માંગ કરતા બબાલ શરૂ થઈ.

એલિસ બ્રિજ પોલીસે ગુનો નોંધી ટ્રાન્સજેન્ડર મહિલા સનાની ધરપકડ કરતા હકીકત સામે આવી કે ઝડપાયેલા આરોપી અને તેની મિત્ર અલગ અલગ શહેરોમાં ફરતા અને ડેટિંગ એપ્લિકેશન થકી યુવકોનો સંપર્ક કરતા હતા. સાથે જ લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા. જોકે બદનામીના ડરે યુવકો ફરિયાદ ન કરતા જેથી આરોપીઓને મોકળુ મેદાન મળતું હતું. 

ઝડપાયેલ મહિલા ટ્રાન્સજેન્ડરના મોબાઈલની તપાસ કરતા બંને મહિલાઓ ઘણા બધા શહેરોમાં વિમાન મારફતે મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. સાથે જ સંખ્યાબંધ લોકો પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા છે. પોલીસની પૂછપરછમાં બંને મહિલા ટ્રાન્સજેન્ડર દિલ્હીના દ્વારકા વિસ્તારના રહેવાસી છે અને ઘણા લાંબા સમયથી યુવતી હોવાની ઓળખ આપી યુવકો સાથે ઠગાઈ કરતી હતી.

એલિસ બ્રિજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે જ્યારે બંને ટ્રાન્સજેન્ડર મહિલાઓની ધરપકડ માટે વસ્ત્રાપુર હોટેલમાં પહોંચી હતી. ત્યાં પણ તેઓએ જાહેરમાં કપડાં કાઢી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. સાથે જ જાહેરમાં અભદ્ર વર્તન કરતા પોલીસે તે અંગે પણ એફઆઇઆરમાં કલમોનો ઉમેરો કર્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ટ્રાન્સજેન્ડર મહિલાઓના આ રૂપની માયાજાળમાં કેટલા યુવાનો ભોગ બન્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news