ઉદય રંજન/અમદાવાદ : સાધુઓની કામલીલા બાદ ચર્ચના પાસ્ટર વિરુદ્ધ પણ છેડતી અને સગીરાના ફોટા વાયરલ કરવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચર્ચના પાસ્ટરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી એક સગીરાએ ચર્ચના પાસ્ટર સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે, આ પાસ્ટરે તેને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં વિડીયો કોલ પર વાત કરી કપડા ઉતરાવી ફોટો વિડીયો મેળવી લીધા હતા. જે ફોટા અને વિડીયો ગુલાબચંદ પાસ્ટરે વાયરલ કરતા સગીરાના કાકા પાસે પહોંચ્યા હતા. જે સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા સગીરાએ અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુલાબચંદ પાસ્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાધ્વીનો બાથરૂમ વીડિયો વાયરલ થવા પર હરિજીવન સ્વામીએ આપી પ્રતિક્રિયા


જો બનાવની વાત કરીએ તો અમરાઇવાડીમાં રહેતી 16 વર્ષીય સગીરા ધો.11 માં અભ્યાસ કરે છે. તે ગયા વર્ષે 25 ડિસેમ્બરે પાડોશમાં રહેતી મહિલા સાથે રબારી કોલોની ખાતે આવેલા કલેશિયા ચર્ચમાં ગઈ હતી. ત્યાંના પાસ્ટર ગુલાબચંદે આ સગીરા સાથે વાતો કરી અને બાદમાં ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. સગીરાના પિતાના ફોન પર ગુલાબચંદ ફોન કરતો હતો. ઘણી વાર કિસ કરતા ફોટો મોકલી તે આઈ લવ યુ પણ કહેતો હતો. આટલું જ નહીં જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેને વિડીયો કોલમાં કપડા ઉતારવાનું કહતો હતો. એકાદ વર્ષ બાદ આ બાબતની જાણ સગીરાના દૂરના કાકાને થઈ હતી. તેમણે સગીરાના પિતાને જાણ કરતા મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો અને બાદમાં ફરિયાદ નોંધાઈ હતી. 


ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું, તો સુરતમાં નિયમોના ધજાગરા ઉડ્યા


પોલીસે ગુલાબચંદ પાસ્ટરની ધરપકડ કરી તેને મોબાઈલ અને વોટ્સએપ ચેટ કબ્જે કરી છે. જેના આધારે પોલીસ વધુ તપાસ કરશે. પોલીસે આરોપી પાસ્ટરનો મોબાઇલ કબ્જે કરીએ વાતની તપાસ હાથ ધરી છે કે, આરોપીએ અન્ય કોઈ મહિલા સાથે આવુ કૃત્ય કર્યુ છે કે કેમ. જોકે આવા પાખંડી પાસ્ટર અને સાધુ સંતોના સામે આવતા બનોવા બાદ ધર્મગુરુ પરથી લોકોનો ભરોષો ઉઠી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર