સાધ્વીનો બાથરૂમ વીડિયો વાયરલ થવા પર હરિજીવન સ્વામીએ આપી પ્રતિક્રિયા
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ :બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર (Swaminarayan Temple) ની સાંખ્યોગી બહેનોએ તેઓનો બાથરૂમનો વીડિયો વાયરલ કરવા મુદ્દે મંદિર પર સીધા આક્ષેપો કર્યા છે. ત્યારે વિવાદિત વાયરલ વીડિયો મામલે ગઢડા મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આચાર્ય પક્ષના લોકો દ્વારા મંદિરને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. મોટી બા મંદિરે સાંખ્યોગી બહેનોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટી બા મંદિરના પૂજારી બહેને અરજી કરી સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા, તે અમે તેઓને આપ્યા હતા. સમગ્ર વિવાદ પાછળ એસપી સ્વામી તેમજ ઘનશ્યામ વલ્લભ સ્વામીનો હાથ હોવાનો તેઓએ સીધો આક્ષેપ કર્યો છે.
‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો આક્ષેપ
ગઢડા સાધ્વી મહિલા દ્વારા શૌચક્રિયા કરતા હોય તેવો વીડીયો વાયરલ થતા મંદિર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. મંદિરના કોઠારી પર કરેલ આક્ષેપ મામલે ચેરમેન હરિજીવન સ્વામી દ્વારા તમામ આક્ષેપને નકારી કાઢ્યા હતા. મંદિરના તાળા તોડતા હોય તે સમયના વીડિયો પોલીસ ફરિયાદમાં આપ્યા હતા. તેમાં આ વીડિયો આવી ગયો હતો તેવું તેઓએ કહ્યું. સાથે જ તેઓને માત્ર બદનામ કરવાનું આયોજન હોય તેવું નિવેદન આપ્યું છે.
ગઢડા સાધ્વી દ્વારા મોટી બા સમૂર્તિ મંદિર નો લઘુ ક્રિયા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બાદ આજે અમદાવાદ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી, કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી અને પાર્ષદ વિપુલ ભગત વિરુદ્ધ આ વીડિયો વાયરલ કરી બદનામ કરવાનો સાધ્વી દ્વારા જે આક્ષેપ કરાયો તેને લઈ ચેરમેન હરિજીવન સ્વામીએ પ્રતિક્રિયા આપી. સાધ્વી દ્વારા કરવામાં આવેલ આક્ષેપ નાકર્યા તેમજ આ વીડિયો મામલે નિવેદન આપ્યું કે, મોટી બા મંદિરમાં ચાલતા વિવાદને લઈ રાત્રે તાળું તોડવા નો પ્રયાસ થતો હતો. તે સમયે થયેલ આ શૌચ ક્રિયા કરતા હતા તે પણ વીડિયોમાં આવી ગયું હતું. આ વીડિયો તાળા તોડવાના મામલે પોલીસ સ્ટેશને આપવા માટે દેવ પક્ષના સાધ્વીને આપ્યા હતા. આ વીડિયો વાયરલ બાબતે હું કશું જાણતો નથી અને આ માત્ર ઈશ્યુ બનાવવાનો માત્ર હેતુ છે. આ સમગ્ર વિવાદ પાછળ આચાર્ય પક્ષના એસ.પી. સ્વામી અને ઘનશ્યામ સ્વામી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે