ગાંધીનગર : ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 441 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 186 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 49 લોકોનાં મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 349 કેસ નોંધાયા હતા. આ વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટમાં 1, ભાવનગર-ગાંધીનગર અને પાટણમાં 2-2 કેસ, પંચમહાલમાં 4, બનાસકાંઠામાં 10, મહેસાણામાં 10, બોટાદમાં 8, ખેડામાં 4, સાબરકાંઠામાં 4, અરવલ્લીમાં 2, મહીસાગરમાં 4, જૂનાગઢમાં 2 કેસ નોંધાતા કુલ 441 કેસ થયા છે. આ પ્રકારે 441 નવા દર્દીઓ સાથે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જે પૈકી 29 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 4467 સ્ટેબલ છે. 1381 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 368 લોકોનાં મોત નિપજ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો


ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૮૯૬૩૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૬૨૪૫ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે જ્યારે ૮૩૩૮૭ લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ ૮૬૧૦૮ નવા કેસ નોંધાયા છે, ભારતમાં ૩૮૭૫ નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં ૪૪૧ નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ ૩૪૩૫૮૯૪ કુલ કેસ થયા છે. ભારતમાં ૪૬૭૧૧ કેસ અને ગુજરાતમાં ૬૨૪૫ કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા ૯૭૬ લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં ૧૯૪ અને ગુજરાતમાં ૪૯ છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશ્વમાં ૨૩૯૬૦૪ પર પહોંચ્યો છે, ભારતમાં ૧૫૮૩ અને ગુજરાતમાં ૩૬૮ લોકોનાં મોત નિપજ્યાં છે.


અમદાવાદનાં સૌથી હાઇરિસ્ક વિસ્તારમાં પોલીસ પોતાનાં સ્વાગત માટે ભુલી ભાન, તમામ નિયમો નેવે મુક્યાં


આ ઉપરાંત 104 નંબરની હેલ્પ લાઇનમાં કોરોના રીલેટેડ કોલની સંખ્યા ૮૯૯૦૨ પર પહોંચી હતી જ્યારે તેમાં માનસિક સારવાર આપનારા વ્યક્તિની સંખ્યા ૪૭૧૦ પર પહોંચી છે. આ ઉપરાંત ૪૬૨૪૯ લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. સરકારી ફેસિલિટીમાં ૪૬૨૪૯ લોકોને રખાયા છે. પ્રાઇવેટ ફેસિલીટીમાં ૧૯૪ લોકોને રખાયા છે. આ પ્રકારે કુલ ૫૦૬૧૨ લોકો કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર