ઉદય રંજન/અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે કિંમતી અને ઊંચી રકમના મોબાઈલ ચોરી કરતી ગેંગના બે ચોરની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને ચોર પગાર ઉપર ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે બે ચોરની ધરપકડ કરવામાં આવી છે, બંને ચોરના નામ છે અવિનાશ મહાતો અને શ્યામ કુરમી. ચોકાવનારી અને રસપ્રદ બાબતે છે કે ઝડપાયેલ બે મોબાઈલ ચોર ઝારખંડના સાહેબગંજ જિલ્લામાંથી ઓપરેટ થતી ગેંગના સભ્યો છે. બંને આરોપીઓને ઝારખંડમાં ગેંગના મુખ્ય સૂત્રધાર તરફથી દર મહિને રૂપિયા 25,000 નો પગાર મોબાઈલ ચોરી કરવા માટે આપવામાં આવતો. ક્રાઈમ બ્રાન્ચે બે આરોપી સાથે કુલ 58 જેટલા આઇફોન , વન પ્લસ, અને સેમસંગ કંપનીના મોંઘા ફોન પણ કબજે કર્યા છે. જેની કિંમત ૨૦.૬૦ લાખ રૂપિયા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા! પણ આ મહિનામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી


બે ચોરની ધરપકડ
અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અવિનાશ મહાતો અને શ્યામ કુરમી નામના આરોપીની ધરપકડ કરી છે. જેઓ ઝારખંડમાં ગેંગ ઓપરેટ કરતા મુખ્ય આરોપી રાહુલ અને પીન્ટુના સંપર્કમાં રહેતા. રાહુલ અને પીન્ટુ નામના મુખ્ય સૂત્રધાર દ્વારા ઝારખંડના સાહેબગંજ જિલ્લાના અલગ અલગ ગામના યુવાનોની ગેંગમાં ભરતી કરી મોંઘા મોબાઈલની ચોરી કેવી રીતે કરવી? ક્યાંથી કરવી, ચોરી કર્યા બાદ શું કરવું, પોલીસની નજરથી કેવી રીતે બચવું ? મોબાઈલ ચોરી કર્યા બાદ ક્યાં જવું ? 


લાલબત્તી સમાન કિસ્સો; તમારા બાળક સાથે પણ બની શકે છે આવી ઘટના! જાણો વડોદરાનો કિસ્સો


પગાર ઉપર ચોરી કરવાની નોકરી
ચોરેલા મોર મોબાઈલ કેવી રીતે પાર્સલ કરવા વગેરે બાબતોની દોઢ મહિના સુધી ખાસ તાલીમ આપવામાં આવતી. મુખ્ય આરોપી પિન્ટુ અને રાહુલ આસપાસના ગામડાઓમાં યુવાનોને રોજગારી આપવાના બહાને મોબાઈલ ચોરીના ધંધામાં ધકેલી રહ્યા છે. ઝારખંડ જિલ્લામાંથી માત્ર એક બે નહિ પરંતુ મોંઘા મોંઘા મોબાઈલ ચોરી કરતી અનેક ગેંગ સક્રિય હોવાની બાબત પણ પૂછપરછમાં સામે આવી છે. 


ઘરે બેઠાં મંગાવો અંબાજીનો મોહનથાળ અને ચીકીનો પ્રસાદ; શુ છે પ્રોસેસ અને ચુકવણીની રીત?


દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે!
વાત માત્ર આટલેથી અટકતી નથી. ચોરેલા મોબાઇલના લોકને રૂપિયા 2000માં તોડાવીને આરોપીઓ ચોરેલા મોબાઈલ નેપાળ અને બાંગ્લાદેશ સુધી મોકલતા. જે ગમે ત્યારે દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાન રાખીને ક્રાઈમ બ્રાન્ચે આ એંગલથી તપાસ પણ શરૂ કરી છે. જેમાં કેન્દ્રની એજન્સી પણ કામે લાગી છે.


માત્ર 66,999 રૂપિયામાં મળી રહ્યો છે iPhone 15, ગ્રાહકો માટે આવી જોરદાર ડીલ


ગેંગનો મુખ્ય આરોપી ઝારખંડમાં બેઠો!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની તપાસમાં સામે આવ્યું છે કે આ બંને ચોર અમદાવાદમાં જ્યારે પણ ચોરી કરવા આવતા હતા, ત્યારે ભીડ વાળી જગ્યા રેલવે સ્ટેશન બસ સ્ટેશન જાહેર કાર્યક્રમ જેવી જગ્યા ઉપર નિશાન તાકી મોબાઈલ ફેરવી લઈ અને ફરાર થઈ જતા હતા. અમદાવાદ કાયમથી વધુ એ તપાસ શરૂ કરી છે કે આ ગેંગનું મુખ્ય આરોપી તે ઝારખંડમાં અત્યારે બેઠો છે. તેના હેઠળ આવા કેટલાક લોકો કામ કરી રહ્યા છે તે ગેંગ અન્ય કયા કયા રાજ્યમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં આવા કેટલાક મોબાઈલ ચોરી ચૂકી છે તે અંગે તપાસ કરવામાં આવી છે.