હવે ઘરે બેઠાં મંગાવો અંબાજીનો મોહનથાળ અને ચીકીનો પ્રસાદ; જાણો શું છે પ્રોસેસ અને ચુકવણીની રીત?

Ambaji Temple : હવેથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ઘરે બેસીને ઓર્ડર કરી શકાશે. તમે કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામા આવી છે. શ્રદ્ધાળુઓ અને તમામ સમાજના સહયોગથી અને સામાજિક રીતે શ્રદ્ધાળુઓને જોડવાનો નવનીત પ્રયાસ કરાયો છે.

હવે ઘરે બેઠાં મંગાવો અંબાજીનો મોહનથાળ અને ચીકીનો પ્રસાદ; જાણો શું છે પ્રોસેસ અને ચુકવણીની રીત?

Gujarat Tourism : ગુજરાતમાં આવેલુ શક્તિપીઠ અંબાજી મંદિર ધામમાં રોજ લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. અહીંના મોહનથાળના પ્રસાદની બોલબાલા વિદેશ સુધી છે. ત્યારે શ્રદ્ધાળુઓને આ પ્રસાદ ઘર બેઠા મળી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે. હવેથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ ઘરે બેસીને ઓર્ડર કરી શકાશે. તમે કુરિયરથી આ પ્રસાદ ઘરે મંગાવી શકો છો તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામા આવી છે. શ્રદ્ધાળુઓ અને તમામ સમાજના સહયોગથી અને સામાજિક રીતે શ્રદ્ધાળુઓને જોડવાનો નવનીત પ્રયાસ કરાયો છે. 

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ અંબાજીમાં જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણ બરનવાલેએ મહત્વની જાહેરાત કરી છે. જેમાં શ્રદ્ધાળુઓ હવે ઘરે બેઠા કુરિયરથી અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ મંગાવી શકો છો. આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. 

અંબાજી મંદિરની વેબસાઈટ www.ambajitemple.in મારફતે ઘરે બેઠા ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાય છે. તેના માટે યાત્રિકોએ પ્રિ-પેઈડ પદ્ધતિથી ઓનલાન ચૂકવણી કરવાની રહેશે. વેબસાઈટ મારફત પેમેન્ટ થયા બાદ પ્રસાદની ડીલીવરી કુરીયર દ્વારા કરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે મોહનથાળ પ્રસાદ તથા ચીકી પ્રસાદનું ઓનલાઈન બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય મંદિરના પ્રસાદ કેન્દ્ર ખાતે એક સ્ટોલ ખોલવામાં આવ્યો છે. જ્યાંથી પણ પ્રસાદ ઘરે ડીલીવરી કરવાનું બુકીંગ લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી ઓનલાઈન પ્રસાદ સેવાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેટલા દિવસમાં પ્રસાદ ઘરે મળી જશે
અગાઉ કલેક્ટર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અંબાજી મંદિરનો મોહનથાળ અને ચીકીના પ્રસાદ માટે ઓનલાઇન બુકીંગ શરુ કરાશે. ઓનલાઇનથી શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા કુરિયર મારફતે મળે તેવી વ્યવસ્થા શરુ કરાશે. ઓનલાઇન પ્રસાદ માટે પ્રવર્તમાન વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આ ઓનલાઇન પ્રસાદ વ્યવસ્થા પ્રયાગિક ધોરણે શરુ કરાશે. યાત્રિકોએ પ્રસાદ માટે પ્રીપેડ પદ્ધતિથી ઓનલાઇન ચુકવણું કરવાનું રહેશે. ચાર દિવસમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ ઘરે બેઠા મળી જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news