અમદાવાદ: દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનીક સિસ્ટમને કારણે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના સહિતના વિસ્તારોમાં વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થઇ ગયો છે. આ સાથે જ વાતાવરણમાં પલટો આવવાની તેમજ હળવા ઝાપટા પડવાની ખેડૂતોને ઉનાળું પાકમાં ભારે નુકશાન થવાની સંભાવનાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અમરેલીમાં અને અંબાજીમાં ક્યાંક ક્યાંક હળવા ઝાપટા અનુભવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુધી આ અસર જોવા મળી શકે છે. અંબાજીમાં છેલ્લા બે દિવસથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જેના પગલે આજે બપોરે હળવા છાંટા વરસ્યા હતા.


અમદાવાદ-મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન


રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, અને અરવલ્લી,તથા યાત્રાધામ શામળાજી અને ગઢડા વિસ્તારમાં જરમર વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે જ વાતાવરણમાં પલટો આવવાની તેમજ હળવા ઝાપટા પડવાની લોકોને ગરમીથી આશંક રાહત મળી હતી. જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.



ઉલ્લેખની છે કે રાજ્યમાં ગઈકાલથી વાતાવરણમાં પલટો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અમરેલીમાં અને અંબાજીમાં ક્યાંક ક્યાંક હળવા ઝાપટા અનુભવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ સિસ્ટમના કારણે આગામી 24 કલાક સુધી આ અસર જોવા મળી શકે છે. અંબાજીમાં છેલ્લા બે દિવસથી કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જેના પગલે આજે બપોરે હળવા છાંટા વરસ્યા હતા.