અમદાવાદ-મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન

અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા.   

Updated By: May 4, 2019, 07:10 PM IST
અમદાવાદ-મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન

અમદાવાદ: અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. 

અકસ્માતમાં મોતને ભેટેલા ડોક્ટર તુષાર પટેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં હાર્ટ સર્જન તરીકે ફરજ બજાવતા હતા. તેઓ દાંતા પાસે આવેલા કરોડી ગામના વતની હતા. અને પૂર્વ મંત્રી એન ચી પટેલના કૌટુંબિક જમાઇ પણ હતા. ડૉક્ટર તુષાર પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થતા ડૉક્ટર બેડામાં ગમગીની વ્યાપી ગઇ છે.

વડોદરાના આ યુવાનોની અનોખી પહેલ, સોશિયલ મીડિયા થકી બચાવે છે લોકોનો જીવ

અમદાવાદ મહેસાણા હાઇવે પર કાર અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં મહેસાણાના ડોક્ટર તુષાર પટેલનું નિધન થયું છે. અકસ્માત થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિઓના મોત થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને રોડ પર થયેલા ટ્રાફિકને દૂર કરી અક્સમાતે મોતનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.