સુરતમાં સીટી બસનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત મહિલાને 108ની જેમ પેસેન્જરો સાથે જ બસ દોડાવીને હોસ્પિટલ પહોંચ્યો, પછી...
સુરત શહેરમાં સીટી બસ,બીઆરટીએસમાં અકસ્માતમાં બનાવો સતત સામે આવતા હોય છે. બસ ચાલક બસ મૂકીને ફરાર પણ થઈ જતા હોય છે. ત્યારે સુરતમાં સીટી બસમાં સવાર મહિલાના હાથની આંગળીઓ બસના દરવાજામાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ચાલુ બસ દોડાવીને સીટી બસ ચાલક ઇજાગ્રત હાલતમાં મહિલાને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મહિલાની આંગળી સીટી બસના દરવાજામાં આવી ગઈ હતી. મહિલાના આંગળીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ચાલક મહિલાને પેસેન્જર સાથે જ બસ દોડાવીને સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બસ ચાલકની ભૂલના કારણે મહિલાને ઈજા પહોંચી હોવાનું પરિવાર જણાવી રહ્યા છે.
અયોધ્યામાં પ્રસાદ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે! 10 ફૂટ પહોળી કડાઈમાં બનશે હલવો
સુરત શહેરમાં સીટી બસ,બીઆરટીએસમાં અકસ્માતમાં બનાવો સતત સામે આવતા હોય છે. બસ ચાલક બસ મૂકીને ફરાર પણ થઈ જતા હોય છે. ત્યારે સુરતમાં સીટી બસમાં સવાર મહિલાના હાથની આંગળીઓ બસના દરવાજામાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ત્યારે બસ ચાલક દોડતી બસ પેસેન્જર સાથે લઇને સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો ત્યાં મહિલાને સારવાર કરાવી હતી.
વિશ્વ ઉમિયાધામમાં NRI પરિવારજનોનું સ્નેહમિલન; US સહિત 5 દેશના 500 પરિવારજનો પધાર
શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા 40 વર્ષે સરોજ રાઠોડ અઠવા ગેટ ખાતે ઘર કામ કરે છે. તેઓ ઘર કામ કર્યા બાદ સીટી બસ મારફતે પોતાના ઘરે ડીંડોલી જઈ રહ્યા હતા. દરમિયાન બસમાં બેસતી વખતે અચાનક હાથની આંગળીઓ બસના દરવાજામાં આવી જતા મહિલા ગંભીર રીતે ઘાયલ થયા હતી. ઘટનાને લઈને સીટી બસ ચાલક પેસેન્જર સાથે જ બસ 108 ની જેમ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી જ્યારે બસ ને જોઈને હોસ્પિટલનામાં હાજર લોકો પણ ચોકી ઉઠ્યા હતા બસ માંથી મહિલા ઉતરતા જ મહિલાનો હાથ લોહીલુહાણ હતો.
રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોર્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ
મહિલાને તાત્કાલિક ઈમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને લઈને મહિલાના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.બસ ચાલકની ભૂલના કારણે મહિલાને ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. બસ ચાલક સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા જ કતારગામમાં બીઆરટીએસની અડફેટે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. 9 જેટલા લોકો ગાયલ થયા હતા.
સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ
આ ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા કડક નિયમ બનાવી કાર્યવાહી કરી હતી. આજ રોજ સીટી બસમાં સવાર મહિલાનો હાથ બસના દરવાજામાં આવી જતા બસ ચાલક પેસેન્જર સાથે જ બસ દોડાવીને મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ આવ્યો હતો.
તમે નકલી સોનું તો નથી પહેરી રહ્યા ને? બોગસ ગોલ્ડનો કારોબાર ફાલ્યો, આ રીતે ખૂલ્યો ભેદ