રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોરવામાં આવ્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ

અયોધ્યામાં 500 વર્ષ બાદ હિન્દુ ધાર્મિક અને ભવ્ય મોટુ રામ મંદિર બની રહ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22મી જાન્યુઆરીએ થવા જઈ રહી છે ત્યારે દેશ માંથી વિવિધ વસ્તુઓની ભેટ તથા પ્રતિકુતુઓ અયોધ્યાના રામ મંદિર ખાતે મોકલવામાં આવી રહી છે.

રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોરવામાં આવ્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ

ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકા ખાતે રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત 1 કિલોમીટર લાંબી વારલી પેન્ટીગ બનાવવામાં આવી છે. 1 કિલોમીટર લાંબી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત આ પેન્ટીગને 4000 જેટલા વિદ્યાર્થી અને 200 જેટલા આર્ટિશો દ્વારા 6 કલાકમાં તૈયાર કરી અયોધ્યા ખાતે રામ મંદિરને ભેટ આપવામાં આવશે. 

અયોધ્યામાં 500 વર્ષ બાદ હિન્દુ ધાર્મિક અને ભવ્ય મોટુ રામ મંદિર બની રહ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22મી જાન્યુઆરીએ થવા જઈ રહી છે ત્યારે દેશ માંથી વિવિધ વસ્તુઓની ભેટ તથા પ્રતિકુતુઓ અયોધ્યાના રામ મંદિર ખાતે મોકલવામાં આવી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના આદિવાસી તાલુકા ખાતે થી એક કિલોમીટર લાંબી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત વારલી પેન્ટીગ તૈયાર કરવામાં આવી છે.

ધરમપુર તાલુકાના ભેંસધરા ગામ ખાતેથી એ.ડી ફાઉન્ડેશન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદિવાસી વિસ્તારના 4000 જેટલા વિદ્યાર્થીઓ અને 200 જેટલા દેશના વિવિધ આર્ટિશોને સાથે રાખી રામાયણ અને રામ મંદિરની ઘટના પર આધારિત એક કિલોમીટર વારલી પેન્ટીગ તૈયાર કરવામાં આવી છે. 

આ વારલી પેન્ટીગમાં રામાયણના તમામ અધ્યાયો અને બાબરી મઝજીદ તોડવા થી લઈ રામ મંદિર બનવા સુધીની તમામ ઘટનાઓને વારલી આર્ટ થકી દર્શાવવામાં આવી છે એક કિલોમીટર વારલી આર્ટ પેન્ટીગ તૈયાર થયા બાદ અયોધ્યા ખાતે મોકલાવવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news