ભાવનગર : ભાવનગરનાં સિહોર ખાતેથી મોડી રાત્રે એક કેસ પોઝિટિમ મળી આવ્યો હતો. મોડી રાત્રે સિહોરનાં જલુના ચોકમાં પહોંચીને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ યુવક સહિત બીજા 10 લોકો વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાના અવસાન થવા છતા માત્ર અડધા દિવસમાં ફરજ પર હાજર 108નો બહાદુર જવાન

રાત્રે જ આ યુવાન જે વિસ્તારમાં રહેતો હતો તે વિસ્તારને સીલ કરીને અલ્ફાઝ હનીફ દસાડીયા નામનો યુવાન વડોદરાના નાગરવાડા તબલીઘી જમાતમાં ગયા બાદ 23 માર્ચના રોજ પરત ફર્યો હતો. તેની સાથે અન્ય 9 લોકો પણ સાથે હોવાનું ખુલ્યું હતું. જે પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ અધિકારીઓ અને આરોગ્ય ટીમ સહિતનો કાફલો સિહોરના જલુના ચોક વિસ્તાર ખાતે ગયો હતો અને સમગ્ર વિસ્તારને અડધી રાત્રે જ સીલ કરી દેવામાં આવ્યો હતો. 


Corona LIVE : સૌરાષ્ટ્રનાં 2થી વધારે કેસ એવા કે જેને ક્યાંથી ચેપ લાગ્યો તે મોટો કોયડો

આ ઉપરાંત યુવાનનાં પરિવારમાં રહેલા 7 લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેના જાહેરનામાના અમલ માટે પોલીસે કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે. આ વિસ્તારમાંથી બહાર નિકળવા કે અંદર જવાનો પ્રયાસ કરનારા લોકોને ઝડપીને જાહેરનામાનો ભંગ કરનાર 188ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર