કિરણસિંહ ગોહિલ/સુરત: જિલ્લામાં આવેલા એક એવા ગામની વાત કરીએ જ્યાં ગામના લોકો ગામમાં કોઈની મોત થાય તો જ્યાં એક માણસ ચાલી શકે નહિ એવા દુર્ગમ રસ્તે અર્થી લઈ જીવના જોખમે બે જોખમી ખાડી પસાર કરી સામે કિનારે આવેલા સ્મશાન પોહચે છે. ઘણીવાર મૃતદેહ પાણીમાં તણાઇ જાય છે તો કોઈ વાર મૃતદેહ લઇને જતાં ડાઘુઓ પણ નદીના ધસમસતા પાણીમાં તણાઇ જાય છે ત્યારે અન્ય લોકોં મૃતદેહ મૂકી ડૂબતાં લોકોને બચાવવા દોડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકાર અને આ વિસ્તારના મંત્રી અને સાંસદ માટે શરમજનક કહી શકાય કેમ કે, વિકાસની સરકાર દુહાઈ આપે છે. અને સુરત જીલ્લામાં સોથી વધુ ગ્રાન્ટ માંગરોળ તાલુકામાં આવે છે કેમ કે, આ વિસ્તારના બાહુબલી નેતા અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા છે. આ વિસ્તારના આદિવાસી સમાજનું પ્રતિનિધિતવ કરે છે. પરંતુ આ દ્રશ્ય સરકાર અને મંત્રીના વિકાસની પોલ ખોલી નાખે છે કેમ કે, ગઇકાલે માંગરોળના નોગામા ગામે એક 12 વરસના બાળકનું કુદરતી મોત નીપજયું હતું. તેની અંતિમ યાત્રા તેના ઘરથી સમશાન સુધી નીકળી હતી એક વ્યક્તિ ચાલી શકે નહિ એવા દુર્ગમ રસ્તે અને બે કાંઠે વહેતી બે જોખમી ખાડી પોહચી સ્મશાન પોહચ્યા હતા.


સરકાર ખાનગી દવાઓની જગ્યાએ જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન


મૃતદેહને દોરડા વડે બાંધી ગ્રામજનો જીવના જોખમે નદી તરી સામે આવેલાં સમશાનને પોહચ્યા હતા. માંગરોળ તાલુકાનું નાના નોગામા ગામ બહુમત આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને આ ગામના આદિવાસીઓ વરસોથી પરેશાન છે. કેમ કે, ગામથી 2 કિલોમીટરના અંતરે ગામની સીમમાં આવેલાં માલિકીના ખેતરો ખૂંદી અને બે જોખમી ખાડી પસાર કરી ગ્રામજનો નદીના સામે  કિનારે આવેલાં સ્મશાનમાં જીવના જોખમે નદી પાર કરી મૃતદેહ લઈને જાય છે. 


શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ


ઘણીવાર નદીના ધસમસતા પાણીમાં મૃતદેહ તણાઇ જાય છે તો કેટલી વાર મૃતદેહ લઈને જતાં લોકોં પાણીમાં તણાઇ જાય છે. વરસોની આ સમસ્યા મુદ્દે ગ્રામજનો રજૂઆત કરતાં આવ્યા છે. પણ નાતો સ્મશાન સુધીનો રસ્તો બન્યો ના નદી પર લોલેવલ પુલ બન્યો જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ


રાજ્ય સરકાર સ્માર્ટ વિલેજ અને ગામડાનું શહેરીકરણ કરવાની વાતો કરે છે. પરંતુ સુરત જિલ્લાના નાના નોગામા ગામના લોકોં 70 વરસથી પરેશાની ભોગવી રહ્યા છે. આ સમસ્યા ભારે માસ જોવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં આ ગામમાં કોઈનું કુદરતી મોત થાય ત્યારે આ ગામના લોકોએ ગામથી મૃતદેહ લઈને સ્મશાન સુધી જેવીએ માટે ભારે હાલાકી બીએચઓજીવીવીઆઇ પડે છે કેમ કે, સ્મશાન ગામથી 2 કિલોમીટર દૂર અને બે જોખમી ખાડી પસાર કરી નદીના સામે કિનારે આવેલાં સ્મશાન સુધી જીવના જોખમે નદી પાર કરવી પડે છે.


LIVE TV....