સરકાર ખાનગી દવાઓની જગ્યાએ જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન

જેનરિક દવાઓ 30% થી લઈને 90% સસ્તી હોવા છતાં જેનરિક દવાઓનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને નથી મળી રહ્યો. જેનરિક દવાઓનો ડોક્ટર દ્વારા ઉપયોગ વધે સરકાર વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરે જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને જાગૃતિ કેળવે તે ઉદ્દેશથી અરજદાર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

સરકાર ખાનગી દવાઓની જગ્યાએ જેનેરિક દવાઓનો પ્રચાર કરે તે માટે હાઇકોર્ટમાં પીટીશન

અતુલ તિવારી/અમદાવાદ: તમામ દવાની દુકાનો પર મળતી બ્રાન્ડેડ દવાઓની જેમ જ જેનરિક દવાઓ પણ મળી રહે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી છે. આ પીટીશન કરવા પાછળનું કારણ છે કે, ગુજરાતમાં 10 હજારથી વધુ દવા બનાવતી, વિતરણ કરતી અને દવાઓનું માર્કેટિંગ કરતી કંપની મૌજુદ છે. ત્યારે જેનરિક દવાઓ 30% થી લઈને 90% સસ્તી હોવા છતાં જેનરિક દવાઓનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને નથી મળી રહ્યો. જેનરિક દવાઓનો ડોક્ટર દ્વારા ઉપયોગ વધે સરકાર વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરે જેનરિક દવાને પ્રોત્સાહન આપે અને જાગૃતિ કેળવે તે ઉદ્દેશથી અરજદાર દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે.

  • મેરોપેનમ 1 ગ્રામ બ્રાન્ડેડની કિંમત 2733 રૂપિયા જ્યારે જેનરીકની કિંમત માત્ર 360 રૂપિયા, કુલ 86.82%નો ફરક
  • એમિકાસીન 500 બ્રાન્ડેડ 91માં, જેનરીક માત્ર 18 રૂપિયામાં, 80%નો ફરક
  • પીપરસિલિન+તાઝોબેકટમ દવા બ્રાન્ડેડમાં 821 તો જેનરીકમાં 151 રૂપિયામાં જ મળે, ફરક 81.60%
  • પ્રિગાબાલિન 75mg દવા બ્રાન્ડેડમાં 60 રૂપિયા તો જેનરીકમાં માત્ર 3 રૂપિયા, 94%નો ફરક
  • હ્યુમન કોરીઓનીક ગોન્ડાટ્રોપીન બ્રાન્ડેડ 900માં, તો જેનરીકમાં માત્ર 350, 61% સસ્તી
  • રોસુવાસ 40 દવાની બ્રાન્ડેડમાં કિંમત 43.65 તો જેનરીકમાં કિંમત માત્ર 8.33 રૂપિયા, 80.92% સસ્તી

ખાનગી-કોર્પોરેટ ક્ષેત્રના નિરંકુશ પ્રભાવને કારણે જેનરિક દવાઓ દર્દીઓ અને તેમના પરિવારજનો સુધી ન પહોંચતી હોવાનું સત્ય સૌ કોઈ જાણે છે. ડોક્ટર દ્વારા જ્યારે પણ દર્દીને બ્રાન્ડેડ દવા લખીને આપવામાં આવે છે ત્યારે જેનરિક દવાઓની જાણકારીના અભાવે ગરીબ દર્દીઓનું આર્થિક રીતે શોષણ તો થાય છે તો સાથે જ સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોને ડોક્ટર દ્વારા લખાયેલી બ્રાન્ડેડ દવાઓ માટે આશરે 90% સુધી વધુ રૂપિયા ચુકવવા પડે છે. માટે જ જેનરિક દવાઓ ખરીદી રહેલા લોકોની સાથે ઝી 24 કલાકે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે જેનરિક દવાઓ માત્ર સસ્તી જ નહીં પરંતુ તેમના માટે એટલી ફાયદાકારક રહી છે જેટલી બ્રાન્ડેડ દવાઓ.

શ્રેષ્ઠ કામગીરી માટે રાજ્યના 13 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિના હસ્તે મળશે એવોર્ડ

ડોક્ટરો જાણી જોઈને જેનરિક દવાને બદલે બ્રાન્ડેડ દવાઓ જ લખે છે. સસ્તી જેનરિક દવાને બદલે બ્રાન્ડેડ દવા ડોક્ટર એટલે લખે છે કેમ કે, તેમને ખુદને જ કદાચ જેનરિક દવા અંગે જાણકારી નથી અથવા તો કોઈ ડોક્ટરોનો કોઈ અંગત સ્વાર્થ નડી રહ્યો છે. પરંતુ આનો બોજ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના પરિવારજનોના ખિસ્સા પર પડી રહ્યો છે. જેનરિક દવાઓનું વેચાણ કરતા દુકાનદાર ખુદ કબુલે છે કે 95% ડોક્ટરો દર્દીઓને જેનરિક દવાઓ લખતા જ નથી. માત્ર 5% ડોક્ટરો જ દર્દીઓને જેનરિક દવાઓ લખીને આપે છે અને દર્દીઓના ખિસ્સાનો બોજ હળવો કરતા હોય છે.

વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ

ત્યારે કેટલાક દર્દીઓ સામેથી ડોક્ટર દ્વારા લખીને આપવામાં આવેલી બ્રાન્ડેડ દવાના સ્થાને જેનરિક દવા સામેથી લેવાનો આગ્રહ કરે છે. જેમને બ્રાન્ડેડના બદલે જેનરિક દવાના ઉપયોગથી કોઈ નુકસાની થતી નથી. પરંતુ ડોક્ટરો પોતે જ જો જેનરિક દવા લખવાની શરૂઆત કરે તો ગારીબ અને માધ્યમ વર્ષ માટે રાહતની સ્થિતિ બની શકે છે. ઝી 24 કલાક દ્વારા જ્યારે ખાનગી ડોક્ટરોનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે કેટલાક ડોક્ટરોએ કેમેરા સામે બોલવાની ના પાડી દીધી હતી. તો સાથે જ ઓફ ધ રેકોર્ડ જણાવ્યું હતું કે, બ્રાન્ડેડ દવાઓ લખવાથી જે તે કંપની દ્વારા ડોક્ટરોને લાભ કરાવવામાં આવે છે માટે 95% ડોક્ટરો સામેથી જેનરિક દવા લખવાનો આગ્રહ કરતા નથી. 

આ મામલે દેશની સૌથી મોટી એવી અસારવા સિવિલ હોસ્પીટલના સુપ્રિટેન્ડન્ટ એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે સિવિલ તરફથી જેનરિક દવાઓ જ દર્દીઓને લખીને આપવામાં આવે છે પરંતુ કેટલાક ખાંગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરો બ્રાન્ડેડ દવાઓ જ દર્દીઓને લખવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ સરકાર દ્વારા અનેક જેનરિક સ્ટોર થકી જનતામાં અને ડોક્ટરોમાં જેનરિક દવાઓનો પ્રચારપ્રસાર થાય તેવા પ્રયત્નો સતત કરાઈ રહ્યા છે.

રશિયામાં આયોજીત ‘ફોલ્ક ડાન્સ ફેસ્ટીવલ’માં અમદાવાદની ફોરમ પટેલની પસંદગી

પરંતુ આ સાથે એક વાત પણ સત્ય છે કે સરકાર દ્વારા ખોલવામાં આવેલી કેટલીક જેનરિક દુકાનોમાં કાં તો દવાઓ નથી અથવા તો લોકો જેનરિક દવાની દુકાનથી અવગત નથી જેને લઈને હવે મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે... હવે એક વાતની આશા કરાઈ રહી છે કે મોંઘી બ્રાન્ડેડ Vs સસ્તી જેનરિક દવાઓની આ લડાઈમાં ન્યાયતંત્ર પણ પોતાની મજબુત ભૂમિકા ચોક્કસ ભજવશે.

LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news