Somnath Temple Heavy Rains: પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર આજે સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. જેના કારણે મંદિરનો પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયો છે. મોસમના આ પહેલા વરસાદે સ્વયં ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું વૈભવમય વાતાવરણ સર્જાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ! શું ગુજરાતના આ વિસ્તારો પાણી-પાણી થઈ જશે? લેટેસ્ટ આગાહી


સોમનાથ મંદિર જે દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સૌપ્રથમ છે, તે પવિત્ર પ્રભાસ ભૂમિ પર ઇન્દ્રદેવના અમી સ્વરૂપ વર્ષાના પવિત્ર જળથી જય સોમનાથ મંદિરનો અભિષેક થઈ રહ્યો હોય તેવું અભિભૂત કરનારુ દ્રશ્ય સર્જાયું હતું. આવેલા ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ હતો. હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે અને તે દેવી-દેવતાઓની કૃપા અને પ્રસાદીનો પ્રતીક ગણાય છે.


હરિયાણામાં પાર્ટી અધ્યક્ષની નિમણૂક બાદ ગુજરાતને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? ચર્ચા


શ્રી સોમનાથ મંદિરના પ્રાંગણમાં મુશળધાર વરસાદનાં જળ મંદિરના પવિત્ર શિખર પર વરસતા જોઈને લોકો આનંદમાં મુગ્ધ થઇ ગયા હતા. આ પ્રથમ વરસાદ સાથે જ સોમનાથ મંદિરના છોડવાની હરિયાળી વધુ ખીલી ઉઠી હતી. મંદિરના પડખે ગાજતો રત્નાકર સમુદ્ર પણ ઇન્દ્ર દેવની સાથે મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેઓ મોહક દ્રશ્ય સર્જાયું હતું. 


આ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી