ગરબા રમતી તરૂણી પાણી પીવા ગઇ અને અચાનક એક યુવક આવીને તેની સાથે શરીર રગડવા લાગ્યો અને...
જે ઉંમરે શાળાએ જવાનું હોય તે ઉંમરે યુવકો કેવી હરકત કરતા હોય છે તેનો એક આંખ ઉઘાડનારો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદ : શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતી 12 વર્ષની એક સગીરાને તેના જ ફ્લેટમાં રહેતા ત્રણ યુવકો દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવતા આખરે કંટાળેલી તરૂણીએ છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે. સગીરા જ્યારે જ્યારે શાળાએ જતી હતી ત્યારે આ યુવકો દ્વારા તેનો પીછો કરવામાં આવતો હતો. આ ઉપરાંત યુવતી અસહજ થઇ જાય ત્યાં સુધી તેને જોતા રહેતા હતા. આટલું ઓછું હોય તેમ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પાણી પીવા માટે તે ગઇ ત્યારે પાછળથી આવીને યુવકે પાછળથી આવીને જકડી લીધી હતી. પોતાના ગુપ્તાંગોને તેના શરીર સાથે રગડવા લાગ્યો હતો. જેથી યુવતી ગભરાઇ ગઇ હતી.
તુ તો આફ્રીકન જેવી છે પરંતુ આફ્રીકનો જેવી મજા નથી આપતી, ધર્મનું પાલન પણ નથી કરતી
સગીરાએ પોતાની માતાને આ વાતની જાણ કરી હતી. જેથી આરતી બાદ યુવતીની માતાએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેણે ગાળાગાળી કરીને બોલાચાલી કરી હતી. અન્ય લોકો વચ્ચે પડ્યા તો તેમની સાથે પણ મારામારી કરી હતી. જેના કારણે આખરે ફ્લેટના લોકો દ્વારા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર કૃષ્ણનગરના સરદાર ચોકમાં આવેલી શાળામાં ધોરણ 7 માં એક યુવતી અભ્યાસ કરે છે.
ગૃહરાજ્યમંત્રીએ એવી વાત કરી કે પોલીસને ખુબ જ કડવી લાગશે પણ નાગરિકો તાળીઓ પાડશે
જો કે આ યુવતીએ પોતાના પરિવારને ફરિયાદ કરી હતી કે, હું જ્યારે શાળાએ જઉ છું ત્યારે આપણા ફ્લેટમાં રહેતો અંકિત મને પરેશાન કરે છે. મારી પાછળ પાછળ આવે છે. મારી સામે ધારી ધારીને જોયા કરે છે. મારી સાથે ફ્રેન્ડશીપ કર નહી તો તને અને તારા પરિવારને ભારે પડશેતેવું જણાવ્યું હતું. નવરાત્રીમાં પણ તે પરેશાન કરે છે. ગરબા રમવા દરમિયાન પાણી પીવા જઉ તો વારંવાર પાછળ આવીને મને સ્પર્શતો રહેતો હતો. હું કંઇ બોલતી નહી તો તેણે પછીથી છેલ્લા દિવસે તો પાછળથી આવીને પોતાનું શરીર મારા શરીરના પાછળના ભાગે રગડવાનું શરૂ કર્યું હતું. જે મુદ્દે અંકિતને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે ફ્લેટના લોકોને ગાળો આપીને ફરિયાદ કરશો તો મારી નાખીશ તેવી ધમકી ઉચ્ચારી હતી. હાલ તો આ મામલે ફરિયાદ આવતા કૃષ્ણનગર પોલીસે તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube