તુ તો આફ્રીકન જેવી છે પરંતુ આફ્રીકનો જેવી મજા નથી આપતી, ધર્મનું પાલન પણ નથી કરતી

આફ્રીકન પોર્ન જોઇને યુવકે શાદી ડોટકોમ પરથી એક યુવતી જોઇને લગ્ન તો કર્યા પરંતુ પછી તેનો ભ્રમ તુટ્યો અને ત્યાર બાદ તેણે પત્ની સાથે એવું કામ ચાલુ કર્યું કે...

Updated By: Oct 17, 2021, 07:22 PM IST
તુ તો આફ્રીકન જેવી છે પરંતુ આફ્રીકનો જેવી મજા નથી આપતી, ધર્મનું પાલન પણ નથી કરતી
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ : શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઓનલાઇન લગ્નની વેબસાઇટ પર મળેલા આ યુવક યુવતીએ પ્રાથમિક પરિચય બાદ લગ્ન કરી લીધા હતા. જો કે ત્રણ મહિના બાદ પતિએ રંગ મુદ્દે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. અવાર નવાર તે યુવતીને કાળી હોવા અંગે મહેણા મારતો રહેતો હતો. યુવતીના અનુસાર પતિ તેને વારંવાર કહેતો કે, માતા અને બહેન ઓમ શાંતિ ધર્મ પાળે છે માટે નાહ્યા સિવાય રસોડામાં જવું નહી. ટોયલેટ ગયા બાદ પણ ન્હાવું જરૂરી છે. જો કે પરિણીતાએ બને તેટલા નિયમો પાળવાનો પ્રયાસ કરીશ તેમ કહેતા સાસુ સસરાએ મહેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. 

ગૃહરાજ્યમંત્રીએ એવી વાત કરી કે પોલીસને ખુબ જ કડવી લાગશે પણ નાગરિકો તાળીઓ પાડશે

ઇસનપુરમાં રહેતી 36 વર્ષીય પરિણીતા તેના માતા પિતા સાથે રહે છે. ઓનલાઇન શાદી.કોમના માધ્યમથી બંન્ને સંપર્કમાં આવ્યા હતા. માર્ચ 2021 ના રોજ વિંઝોલ ગામના રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી સંયુક્ત કુટુમ્બ સાથે રહેવા માટે ગઇ હતી. ત્રણ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ પરિણીતાએ તેના જ પતિએ ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે, હું ગોરો છું અને સ્માર્ટ છું પરંતુ તુ તો શ્યામ છે અને જરા પણ સેક્સી નથી. આવું કહીને વારંવાર પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. 

ગુજરાતની આ દિકરીએ વધાર્યું દેશનું ગૌરવ, ભલભલા પોલીસ અધિકારીઓ ઠોકે છે સલામ

પતિ વહેલો 3 વાગ્યે નોકરી જતો હોવાથી તે ટિફિન બનાવવા માટે પહેલા નહાવા જવું પડતું હતું. અવાર નવાર સાસરિયા ઝગડો કરતા હતા. લગ્નમાં ખર્ચો થઇ જતા દેવું થઇ ગયું હોવાથી પિયરમાંથી પૈસા લાવવાનું કહેતા હતા. યુવતી એકવાર પિયર પણ જતી રહી હતી. જો કે સમજાવી બુજાવીને તેને પરત લાવ્યા હતા. જો કે ચાર પાંચ દિવસ બાદ ફરી એકવાર બોલાચાલી શરૂ કરી હતી. ફરી એકવાર એજ સ્થિતિ સર્જાતા આખરે કંટાળેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube