અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! રિવરફ્રન્ટ પર બનેલા અટલ બ્રિજનો કાચ તૂટી ગયો
રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદવાસીને અટલ બ્રિજનું એક નવા નજરાણાની ભેટ મળી હતી. પરંતુ હાલ એક માઠા સમાચાર મળી રહ્યા છે. સાબરમતી રિવર ફ્રન્ટ પર બનાવવામાં આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા મહિનાઓ પહેલા જ મોરબી પુલ દુર્ઘટના બની હતી, જેના કારણે લોકો હવે સાવધાની વર્તી રહ્યા છે.
રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. હજુ અટલ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર જ કાચ તૂટી જતા લોકો બ્રિજની કામગીરી પર અનેક સવાલ કરી રહ્યા છે. હાલ આ ઘટનાને પગલે કોઈ અનિચ્છનિય બનવા ન બને તેના માટે તંત્ર એ બેરિકેટ લગાવી દીધા છે અને શહેરીજનો અને બહારથી આવતા લોકોને આ જગ્યાથી દૂર રહેવા સૂચના અપાઈ છે.
મહત્વનું છે કે, હાલ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકવામાં આવ્યા છે.
શું છે ખાસયિતો?
- 2100 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ...
- બ્રિજની લંબાઈ 300 મીટર...
- પહોળાઈ 10થી 14 મીટર...
- RCC ફ્લોરિંગ, પ્લાન્ટર,
- સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ...
- 74.29 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો છે.
- સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડશે.
- રેલિંગ કાચ અને સ્ટેઈનલેસ સ્ટીલમાંથી તૈયાર કરાઈ છે.
- બ્રિજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ
- બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા
- RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ
- પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
- ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન
- વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર
- વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા
- ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરિંગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરિંગ
- ઈવેન્ટ ગ્રાઉન્ડ, કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક LED લાઈટ
- 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો ફૂટ ઓવરબ્રિજ