જાવૈદ સૈયદ /અમદાવાદ : અમદાવાદ અને ખાસ કરીને ઓઢવમાં ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ લાગે છે. દર બે ત્રણ દિવસે ઓઢવ કોઇના કોઇ કારણથી ચર્ચામાં આવતું રહે છે. ઓઢવમાં આજે ફાયરિંગ કરીને લૂંટની ઘટના સામે આવી છે. સોનાના વેપારી પર ફાયરિંગ કરીને શખ્સો ફરાર થઇ ગયા છે. હાલ વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે તેની સાથે રહેલા સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની લૂંટ થઇ ચુકી છે. ઘટના અંગે માહિતી મળ્યા બાદ ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓઢવમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. લાખો રૂપિયાની લૂંટ બંદુકની અણીએ થતા પોલીસ પણ દોડતી થઇ છે. હાલ તો વેપારીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો છે. ઉપરાંત પોલીસે પણ આસપાસનાં વિસ્તારનાં સીસીટીવી ફુટેજ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. સોનાના દાગીના અને રોકડની લૂંટ થઇ છે. જો કે હજી સુધી ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. વાહન પર આવેલા શખ્સો ફાયરિંગ બાદ લૂંટ કરીને ફરાર થઇ ચુક્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.ઓઢવના રબારીકોલોની વિસ્તારમાં આ લૂંટની ઘટના બની છે. રબારી કોલોનીમાં આવેલામહાકાળી મંદિર પાસે આ બનાવ બન્યો હતો. આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ દુકાનમાં રહેલા સોના અને ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા. જો કે લૂંટની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.


5 જેટલા લોકોએ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. જે પૈકી 2 આરોપી પહેલા ગ્રાહક રૂપે અંદર ગયા હતા અને સારી સારી વસ્તુઓ જ્વેલર્સ પાસે જોવાનાં બહારે બહાર કઢાવી હતી. ત્યાર બાદ અચાનક એક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ એક રાઉન્ડ જ્વેલર્સની બહાર ફાયરિંગ કર્યું હતું. અને જ્વેલર્સનાં હાથ પર ગોળી મારી હતી. અન્ય એકે માલિકને નીચે પાડી દીધો હતો. કુલ 3 લાખ 51 હજાર રોકડા અને 200 ગ્રામ સોના સહિત 11 લાખથી વધારે રૂપિયાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube