સરકાર કોરોના સામે લડી રહી છે, નાગરિકો પણ તેમાં ભાગીદાર બને તે જરૂરી છે
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. પટેલે જણાવ્યું કે, વિજળીનો વપરાશ પુર્વવત્ત થયો છે. આ ઉપરાંત લોકો પણ ધીરે ધીરે કોરોના સાથે જીવવું શીખી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની પણ માંગ પુર્વવત્ત થઇ રહી છે. કોરોના વાયયરસને નાથવા માટે પણ સરકાર દ્વારા 20 હજાર ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી છે. જે આગામી 3 દિવસમાં ગુજરાતમાં આવી જશે.
ગાંધીનગર : ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. પટેલે જણાવ્યું કે, વિજળીનો વપરાશ પુર્વવત્ત થયો છે. આ ઉપરાંત લોકો પણ ધીરે ધીરે કોરોના સાથે જીવવું શીખી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની પણ માંગ પુર્વવત્ત થઇ રહી છે. કોરોના વાયયરસને નાથવા માટે પણ સરકાર દ્વારા 20 હજાર ઇન્જેક્શનની ખરીદી કરવામાં આવી છે. જે આગામી 3 દિવસમાં ગુજરાતમાં આવી જશે.
હાલાર પંથકના ખેડૂતોની મુશ્કેલીમાં વરસાદે કર્યો વધારો, પાક. વીમો મળ્યો નથી ત્યાં લીલા દુષ્કાળની ભીતી
ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસમાં GIDC નો ફાળો ખુબ જ મહત્વનો છે. લાખો લોકોને તેના થકી રોજગાર મળે છે. ઉંઝાનાં ઔઠોરા ગામમાં 47 હેક્ટર જમીનમાં જીઆઇડીસીની રચનાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 279 પ્લોટ બનાવવામાં આવ્યા છે. ઉદ્યોગકારોને પ્લોટ ફાળવવા માટે ડ્રો પણ કરવામાં આવ્યો હતો. 245 પ્લોટ માટે 1135 અરજીઓ આવી હતી. આ અરજીઓ ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસનો અરીો છે. અન્ય અનેક તાલુકાઓમાં પણ જીઆઇડીસી સ્થાપવા માટેની કામગીરી ચાલી રહી છે. ભુતકાળમાં બજાર કિંમતે જીઆઇડીસી અપાતી હતી હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જંત્રીના ભાવે ઓછી કિંમતી જમીન આપી રહ્યા છીએ. ભારત સરકારનાં 20 લાખ કરોડ રૂપિયાનાં પેકેજનો લાભ તમામ લોકોને મળી રહ્યો છે. કોરોનામાં ઠપ્પ થયેલા ધંધાઓ માટે 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ સરકારે પણ આપ્યું છે.
સૌરાષ્ટ્ર મેઘમય, જામનગરમાં 900 અને દ્વારકામાં 75નું સ્થળાંતર, હજી પણ આગાહી યથાવત
કોરોનાની સ્થિતીમાં સરકારે આગમચેતી સ્વરૂપે પગલા લીધા છે. કોરગ્રુપની બેઠક દરરોજ આયોજીત થાય છે. સતત નવી દવાઓ અને સાધનોની ખરીદી થઇ રહી છે. કોઇ પણ પરિવર્તન વિશ્વ લેવલે આવે તે ગુજરાત સરકાર કરે છે. ધનવંતરી રથ વધાર્યા છે અને હજી સતત તે વધારવામાં આવી જ રહ્યા છે. એક ઇન્જેક્શન 45 હજાર રૂપિયાનું આવે છે અને તેની તંગી પણ ખુબ હોવા છતા સરકાર સતત તેની ખરીદી કરી રહી છે. ડોક્ટર્સની સલાહ અનુસાર તેનો વપરાશ પણ છુટથી થઇ રહ્યો છે. આ ઇન્જેક્શન વિશ્વમાં માત્ર એક જ કંપની બનાવે છે. સરકાર આ ઇન્જેક્શન વિના મુલ્યે જરૂર અનુસાર ઉપયોગ કરે છે.
વાવના MLA ગેનીબેન ઠાકોર કોરોનાની ઝપેટમાં, ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પગલા લેવાઇ રહ્યા છે. સંક્રમણ ન થાય તે અગત્યનું છે. રસ્તાઓ આ વિસ્તારને બંધ કરવામાં આવે છે. માસ્ક ન પહેર્યું હોય તો દંડ લેવાય છે. મોટર કારમાં માસ્ક જરૂરી છે. મોટર કારમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે. દુકાનમાં પણ માસ્ક પહેરવા જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકો પણ નિયમોનું કડકાઇથી પાલન કરે તે ખુબ જ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર