ભુજ : તીડ નિયંત્રણ- સર્વે માટે ગયેલાં 1 મહિલા સહિત 5 ગ્રામસેવક-તલાટીને ઝેરી દવાની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી. લખપતના મોટી છેર ગામે તીડના કારણે ખેતરમાં થયેલાં તીડ નિયંત્રણની કામગીરી સાથે પાકની નુકસાનીનો સર્વે કરવા માટે ગયેલા તલાટી અને ગ્રામ સેવકને ઝેરી દવા ચડી ગઇ હતી. પાકમાં છેલ્લી વખત દવા છાંટવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ તલાટી અને અન્ય ગ્રામસેવકો ત્યાં પવનની દિશામાં હાજર હતા. જેથી પવનની સાથે આવેલી દવાની અસર તલાટી સહિત તમામને થઇહ તી. તેમને દવા ચડવા લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ: ઓઢવમાં ડોક્ટર પર ફાયરિંગ


નુક્શાનીનો સર્વે કરવા ગયેલાં ચાર ગ્રામસેવકો અને એક તલાટીની ઝેરી દવાની અસરથી તબિયત લથડી ગઇ હતી. તબિયત લથડતાં તમામને તત્કાલ 108ની મદદથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓની સ્થિતી હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.  


વડોદરા મકરપુરા GIDCમાં ભીષણ આગ બાદ બ્લાસ્ટ, 6 લોકો ઇજાગ્રસ્ત


મધ્યાહન ભોજનમાં ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ નનામી કાઢી, ઇચ્છા મૃત્યુની કરી માંગ


સર્વે માટે ગયેલા તલાટી અને અન્ય ચાર ગ્રામ સેવકો ગામના ખેડૂતે ખેતરમાં જે સ્થળે જંતુનાશક દવા છાંટી ત્યાં ગયા હતા. પાંચેય જણાં ખુલ્લામાં ખેતરમાં સર્વે કરી રહ્યા હતા તે સમયે એકાએક તેમને શ્વાસમાં લેવામાં તકલીફ થવા માંડી હતી. પાંચેય જણાંને પાન્ધ્રો જીએમડીસી હોસ્પિટલ અને દયાપર CHCમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. પ્રાથમિક સારવાર બાદ તમામને 108 મારફતે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે.