મધ્યાહન ભોજનમાં ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ નનામી કાઢી, ઇચ્છા મૃત્યુની કરી માંગ

જિલ્લાના જામનગર ગ્રામ્ય અને લાલપુર તાલુકાના કુલ 93 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રોનું ખાનગીકરણ કરાતાં આજે ગુજરાતમાં મધ્યાહન ભોજન એકતા મંચ દ્વારા જામનગર શહેરના માર્ગો ઉપર નનામી સાથે વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, અને જો સરકાર દ્વારા આગામી 15 દિવસમાં ખાનગીકરણ બંધ નહીં કરવામાં આવે તો રાષ્ટ્રપતિ પાસે પરિવાર સાથે ઈચ્છામૃત્યુની પણ માંગ કરી.

મધ્યાહન ભોજનમાં ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓએ નનામી કાઢી, ઇચ્છા મૃત્યુની કરી માંગ

મુસ્તાક દલ/જામનગર : જિલ્લાના જામનગર ગ્રામ્ય અને લાલપુર તાલુકાના કુલ 93 જેટલા મધ્યાહન ભોજન કેન્દ્રોનું ખાનગીકરણ કરાતાં આજે ગુજરાતમાં મધ્યાહન ભોજન એકતા મંચ દ્વારા જામનગર શહેરના માર્ગો ઉપર નનામી સાથે વિશાળ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું, અને જો સરકાર દ્વારા આગામી 15 દિવસમાં ખાનગીકરણ બંધ નહીં કરવામાં આવે તો રાષ્ટ્રપતિ પાસે પરિવાર સાથે ઈચ્છામૃત્યુની પણ માંગ કરી.

જામનગરમાં આજે જિલ્લાભરમાંથી ભેગા થયેલા ગુજરાત મધ્યાહન ભોજન કેન્દ્રોના એક હજારથી વધુ કર્મચારીઓએ મધ્યાહન ભોજનના ખાનગીકરણ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. શહેરના ઓશવાળ સેન્ટરથી વિશાળ રેલી કાઢી શરૂ સેક્શન રોડ પર જિલ્લા કલેક્ટર કચેરી સુધી મધ્યાહન ભોજનના રસોઇયાને નનામી કાઢી અનોખો વિરોધ દર્શાવ્યો. જયારે ખાનગીકરણ લઇને મધ્યાહન ભોજનના કર્મચારીઓ માટે બેરોજગારી વધશે અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનશે. ત્યારે સરકાર આ નિર્ણય તાત્કાલિક પરત ખેંચે તેવી ઉગ્ર માંગ કરી. 

રાજ્ય સરકાર દ્વારા ચાલતી અને સરકારી શાળાના ગરીબ વિધાર્થી માટે મધ્યાહન ભોજનયોજના નું ખાનગી કરણ કરી અક્ષયપાત્ર નામની સ્વેચ્છી સંસ્થાને આપી અમારા કર્મચારીઓની કે જે છેલ્લા 36 વર્ષ થીં નજીવા વેતનથીં પોતાનું ગૂજારાન ચલાવતા અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમા વિધવા ત્યક્તા બેનો તેમજ આર્થિક રીતે નબળા વર્ગ ના કર્મચારીઓ પોતાની પૂરક રોજગારી મેળવે છે. ગુજરાત સરકાર દ્વારા જામનગર મહાનગર પાલિકા સંચાલિત સરકારી પ્રા. શાળા તથા જામનગર ગ્રામ્યના 46 કેન્દ્રો તથા લાલપુર તાલુકાના 47 કેન્દ્રો નું ખાનગી કરણ કરી કરોડો રૂપિયાની કમાણી કરતી ગુજરાત બાહરની ngoને સુપરત કરવા નો ઠરાવ થયેલ છે. જ્યારે મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા જો રાજ્ય સરકાર દ્વારા પંદર દિવસમાં કેન્દ્રોનું થતું ખાનગીકરણ અટકાવી મધ્યાહન ભોજનના કર્મચારીઓની માગણી સ્વીકારવામાં નહીં આવે તો રાષ્ટ્રપતિ પાસે પરિવાર સાથે ઇચ્છા મૃત્યુની પણ માંગ દર્શાવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news