સાંતલપુર : પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ છરી અને લાકડીના ઘા મારી પત્નીની કરી હત્યા અને ત્યાર બાદ પતિ સાંતલપુર પોલીસ મથકે હાજર થઇ જતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપી પતીએ સઘળી ઘટનાની વિગતો પોલીસને જણાવતા પોલીસે આરોપી પતિને જેલના સળિયા પાછળ ધકેલીને ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પરણિત મહિલા મૃત હાલતમાં જણાઈ આવતા પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપી સાંતલપુર પોલીસ મથકે મૃતક મહિલાના પરિવારજનોની ફરિયાદ નોંધી આરોપી પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ઝડપાયો ભુવો દરેક કામ માટે સ્ત્રીઓના ખાસ અંગોની કરતો પુજા, મહિલાઓની લાગતી લાઇનો


સાંતલપુર વિસ્તારમાં એવી ઘટના સામે આવી જેમાં પતિ એ જ પોતાની પત્નીની હત્યા કરી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. સાંતલપુર નજીક સમ્રાટ કંપનીમાં લાલજી ભાઈ નથુભાઈ ખીમસૂર નામનો યુવક તેની પત્ની સહીત પરિવાર સાથે રહી મીઠાંના કામની મજૂરી કરતો હતો. પરિવારનું ગુજરાન ચલાવતો પરંતુ આ દરમ્યાન પતિએ તેની પત્નીના ચરિત્ર પર શંકા કરી અવર નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા. 


સુરતની સ્થિતિ પાકિસ્તાન-અફઘાનિસ્તાન કરતા પણ ખરાબ, ધોરણ 8 ના વિદ્યાર્થી પાસેથી મળ્યું...


ગત મોડી રાત્રે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયાં બાદ વાત વધુ વણસી જવા પામી હતી. પતિ લાલજીએ ગુસ્સામાં આવી જઈ હાથમા લાકડી લઇ પત્નીના માથામાં જોરથી ધા કરી તેમજ તેની પાસે રહેલ છરી કાઢીને પત્નીના પેટના ભાગે ધા કરતા પત્ની લોહી લુહાણા હાલતમાં જમીન પર ફેસડાઈ પડી હતી. મહિલાનું મોત થતા હત્યારો પતિ ઘરેથી નીકળીને સાંતલપુર પોલીસ મથકે હાજર થઇ જઈ તેને હત્યાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 


સાવરકુંડલા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, સાંસદ અને ધારાસભ્યે હાજર રહી કરાવી શરૂઆત


આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને જોતા મહિલા જમીન પર લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી હતી, ત્યારે પોલીસે સ્થળ પરથી લોકોની પૂછપરછ કરીને પંચનામું કરી લાશને પીએમ માટે સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીની પૂછપરછ કરતા ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. મોડી રાત્રે મહિલાના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા અને તેણે મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube