સુરતની સ્થિતિ પાકિસ્તાન-અફઘાનિસ્તાન કરતા પણ ખરાબ, ધોરણ 8 ના વિદ્યાર્થી પાસેથી મળ્યું...
સુરતમાં હત્યા, લુંટ, દુષ્કર્મ જેવી ઘટનાઓ તો સામાન્ય બની ચુકી છે પરંતુ આજે પોલીસે જે જોયું તે જોઇને સામાન્ય નાગરિક તો ટીક પોલીસ પણ ચોંકી ઉઠી
Trending Photos
* પોલીસે બંને જણાને પકડી કાયદેસરની કાર્યવાહી કરી
* પોલીસે વોચ ગોઠવી વિદ્યાર્થી સહિત બે જણાને પકડ્યા
* અલથાણ સોહમ સર્કલ પાસે બે જણા હથિયાર લઈને ફરતા હતા
* વોન્ટેડ આરોપી રાજ કિરપાલસિંગ પાસેથી હથિયાર લાવ્યાની કબૂલાત
તેજસ મોદી/સુરત : જિલ્લામાં જે પ્રકારે ગ્રીષ્મા વેકરિયા હત્યા મામલા બાદ સુરત શહેર પોલીસ દ્વારા શાળાઓ અને આસપાસ ફરતા અસામાજિક તત્વો પર વોચ ગોઠવવામાં આવી રહી છે. શાળા છૂટવા અને જવાના સમયે પોલીસ દ્વારા શાળાના ગેટની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. જ્યાં આવી જ એક ક્વાયત દરમિયાન ધો. 8માં ભણતા એક વિદ્યાર્થીના શાળા બેગમાંથી ખટોદરા પોલીસને ઘાતક હથિયારો મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસ પણ આ ઘટનાથી ચોંકી ઉઠી છે.
સુરત જીલામાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ નાની ઉંમરના વિદ્યાર્થીઓમાં જોવા મળતી ગુનાખોરી પર કાબુ મેળવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સ્પેશ્યિલ ટીમની રચના કરીને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા સતત શાળાોની આસપાસ પેટ્રોલિંગ કરાય છે. એક ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખટોદરા પોલીસને બાતમી મળી કે, એક યુવક તથા ધો. 8નો વિદ્યાર્થી પોતાની શાળાની બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ વિદ્યાર્થીના શાળા બેગની તપાસ કરતા તેમાંથી દેશી તમંચો અને રેમ્બો છરા સહિતના હથિયારો મળી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થી અને તેની સાથે ફરતા યુવકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત હથિયારો વિદ્યાર્થી ક્યાંથી લાવ્યો તેની તપાસ શરૂ કરી છે.
(ઝડપાયેલો આરોપી જાવેદ ઝમીર શેખ)
અલથાણ સોહમ સર્કલ પાસે બે યુવકો ઘાતકી હથિયારો સાથે રાખીને ફરતા હોવાની બાતમી મળી હતી. તેના આધારે તપાસ કરતા ધો. 8ના વિદ્યાર્થઈની બેગમાંથી હથિયાર મળ્યા હતા. દેશી તમંચા સાથે છરા પણ મળ્યા હતા. એક આરોપીની ઉંમર માત્ર 16 વર્ષ છે, જે ધો. 8માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે આ હથિયારો વોન્ટેડ આરોપી રાજ કિરપાલસિંગ (ઉધના) પાસેથી લાવ્યો હતો. તેનો ઉપયોગ શું કરવાનો હતો તે અંગે હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસે આરોપી જાવેદ જમીર શેખને પકડી પાડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે