સાવરકુંડલા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, સાંસદ અને ધારાસભ્યે હાજર રહી કરાવી શરૂઆત
Trending Photos
કેતન બગડા/અમરેલી :ગુજરાત સરકાર દ્વારા આજથી ચણાની ટેકાના ભાવે ખરીદી થઇ રહી છે, ત્યારે સાવરકુંડલા ખાતે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અમરેલી જિલ્લાના સાંસદ નારણ કાછડીયા અને સાવરકુંડલા તાલુકાના ભાજપના આગેવાનો દ્વારા આજથી ટેકાના ભાવે ચણાની ખરીદીની શરૂઆત કરાવી હતી. ખેડૂતોને કોઇ સમસ્યા ન થાય તે માટે પણ ખાસ સુચના આપી હતી.
આજના શિવરાત્રીના શુભ દિવસે ગુજરાત સરકાર દ્રારા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં આ વર્ષે ચણાનું ખેડૂતોએ બમ્પર વાવેતર કર્યું છે. અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ઘઉંનું વાવેતર વધુ કરતા હોય છે. પરંતુ આ વર્ષે અમરેલી જિલ્લાના ખેડૂતોએ ચણાનું વાવેતર વધુ કર્યું છે, ત્યારે આવનારા દિવસોમાં અમરેલી જિલ્લાના દરેક માર્કેટયાર્ડમાં ચણા વધારે જોવા મળશે. અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ખેતીની પેટન્ટ બદલાવે છે. ક્યારે આવશે અમરેલી જિલ્લાના ખેડૂતોએ ચણાનો પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે.
આવનારા દિવસોમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાના છે, ત્યારે ખેડૂતોને ટેકાના ભાવ ખૂબ જ સારા મળશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. ત્યારે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયા અને સાવરકુંડલા તાલુકા ભાજપના હોદેદારો તેમજ ખેડૂતો ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાર રૂપિયા 1046 ના ભાવે ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરશે. ખેડૂતો 125 મણ ચણા ટેકાના ભાવમાં સરકારને વહેંચશે. આવનારા દિવસોમાં ખેડૂતો વધારે પ્રમાણમાં ચણા ટેકાના ભાવે સરકારને વહેંચશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે