નરેશ ભાલિયા/જેતપુર : 2 દિવસ પહેલા થયેલ એક મહિલાની હત્યા પાછળ તેના પૂર્વ પતિ અને તેના ભત્રીજા એક કરી હોવાની વાત સામે આવી છે. જેમાં પૂર્વ પતિને તેની પૂર્વ પત્ની ઉપર ચારિત્ર્યની શંકા હોવાથી પતાવી દીધાની હકીકત સામે આવી છે. તું મારી નહિ તો કોઈની નહિ, તું બીજા સાથે સબંધ રાખે છે માટે તને જીવવા નહિ દવની શંકા સાથે જેતપુરમાં એક પૂર્વ પતિએ તેની પૂર્વ પત્નીને છરીના ઘા મારીને રહેંસી નાખી હતી. આ પતિ પત્નીના ઝગડામાં બે બાળકો નોધારા થયા છે, હાલ હત્યારો પતિ જેતપુર પોલીસની કસ્ટડીમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: 25 કેસ, 54 દર્દી રિકવર થયા, 2.77 લાખ રસીના ડોઝ અપાયા


શું હતી ઘટના કેવી રીતે થઇ હત્યા?
ઘટના છે જેતપુરની ગુજરાતીની વાડીની કે જ્યાં બે દિવસ પહેલા તારીખ 14 ના રોજ સવારે 9:45 ની આસપાસ બે વ્યક્તિ એક ઘરમાં ઘૂસે છે. અહીં રહેતી એક મહિલાને છરીના આડેધડ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શહેરના ગુજરાતીની વાડી વિસ્તારમાં જ પ્રસન્નબેન શાન્તુભા કહોર તેના દીકરા અને દીકરી સાથે રહે છે થોડા સમય એટલે કે 4 થી 5 મહિના પૂર્વે તેને તેના પતિ શાન્તુભા સાથે છૂટાછેટા લઈ લીધા હતા. બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝગડા ચાલતા હોવાથી બંને છૂટાછેડા લઈને અલગ રહેતા હતા. 


ખેડૂતો માટે આગળ કુવો પાછળ ખાઇ! વિજળી આવે નહી અને આવે તો એવા ઝટકા મારે કે પાણીની મોટર બળી જાય


છૂટાછેડા પછી પણ આ ઝગડાઓ સમ્યા ના હતા અને અંતે તેના પૂર્વ પતિ શાન્તુભા એ તેના ભત્રીજા શિવરાજ સાથે મળીને તેની પૂર્વ પત્નીને છરીના ઘા મારી ને પતાવી દીધી હતી. અને બંને કાકા ભત્રીજો હત્યાને અંજામ આપીને એક બાઈક ઉપર નાશી છૂટ્યા હતા. જે CCTV માં આવી ગયા હતા. હત્યા બાદ તેનો ભત્રીજો હાથમાં રહેલ છરીને લૂછતો લૂછતો તેના કાકા શાન્તુભાને આપે છે તે પણ CCTV માં આવી ગયું હતું. જેતપુર પોલીસે તપાસ કરીને બંનેને જેતપુરના જીમખાના મેદાનમાંથી ઝડપી લીધા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.


સુરતમાં બન્યો સ્ટીલનો રોડ, આ પ્રોજેક્ટ સફળ ગયો તો દેશમાંથી ખરાબ રોડનો કકળાટ જતો રહેશે


શું હતા ઝગડા કેટલા સમય થી ઝગડા ચાલતા હતા?
સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ મુર્તક પ્રસન્નબેન કહોર અને તેના પૂર્વ પતિ સાથે ઘણા લાંબા સમયથી અવારનવાર ઝગડા થતા હતા. મૃતક પ્રસન્નબેન ના પૂર્વ પતિને તેની ઉપર શંકા હતી કે પ્રસન્નબેન ને બીજા અન્ય લોકો સાથે પણ સબંધ છે અને પ્રસન્નબેન નું ચારિત્ર્ય ખરાબ છે, આ શંકાને આધારે બન્ને એ છૂટાછેડા લઈ લીધા હતા અને બંને અલગ અલગ રહેતા હતા. છુટા છેડા બાદ પણ શાંતુભા ને શાંતિ ના હતી તેને તેની પત્નીની બે વફાઈ સહન ન કરી શક્યો અને મનમાં ને મનમાં તે સળગતો હતો, ત્યારે તેણે તારીખ 14ના રોજ સવારે મોકો જોઈ ને પૂર્વ પતિ શાન્તુભા અને ઉપલેટાના ઢાંકમાં રહેતો તેનો ભત્રીજો શિવરાજ કહોર આવી ને પ્રસન્નબેનને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના પ્રસન્નબેનની દીકરી અને દીકરાએ નજરે જોઈ હતી. બંને પોતાની માતાને બચાવવા માટે ખુબજ પ્રયાસ કર્યો હતો પરંતુ તે બચાવી શક્યા ના હતા.


ગાયમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની લડત ધીરે ધીરે બની રહી છે મિશન, મોટા પ્રમાણમાં યુવાનો જોડાઇ રહ્યા છે


કોણ છે શાન્તુભા કહોર શું છે તેનો ઇતિહાસ?
શાન્તુભા કહોર જેતપુરની ગુજરાતીની વાડી વિસ્તારમાં રહે છે અને મજૂરી કામ કરે છે અને તેના આ બીજા લગ્ન હતા, તેના પ્રથમ લગ્નની પત્ની પણ કોઈ અગમ્ય કારણોસર મોતને ભેટી હતી. ત્યારે બીજી પત્નીને શાન્તુભા કહોરે મોતને ઘાટ ઉતારી દીધી. જ્યારે શાન્તુભાને હત્યામાં મદદ કરનાર તેનો ભત્રીજો જેતપુરમાં ટ્રેકટરનો ડ્રાયવર છે અને છૂટક કામ કરે છે, અને તે મદદગરિમા ફસાઈ ગયો છે. હાલતો શાન્તુભાનો પરિવાર વિખાઈ ગયો છે. તેના બે બાળકો નોધારા થઇ ગયા છે. બંને બાળકોનો સહારો છીનવાઈ ગયો છે, કારણ કે હવે તેના પિતા શાન્તુભા જેલમાં છે અને માતા ભગવાન પાસે છે. લગ્ન જીવનમાં જયારે એક બીજા માટે કોઈ પ્રેમ ના રહે અને બંને વચ્ચે નફરત થઇ જાય છે ત્યારે બન્ને એ ભોગવાનું આવે છે અહીં તો એક ચારિત્ર્ય ની શંકા ને લઈને એક પતિ એ પત્નીની હત્યા કરી નાખી ને હવે બંને સંતાનો એ છત્રછાયા ગુમાવી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube