ગાયમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની લડત ધીરે ધીરે બની રહી છે મિશન, મોટા પ્રમાણમાં યુવાનો જોડાઇ રહ્યા છે

 ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના મુદ્દે ગુજરાતના યુવાનો છેલ્લા લાંબા સમયથી ભુખહડતાળ કરી રહ્યા છે. લાંબા સમયની લડાઇ બાદ અર્જુન આંબલીયા સહિત અનેક યુવાનો આ લડાઇમાં જોડાઇ રહ્યા છે. ગુજરાતના આ યુવાનો ગુજરાત અને ભારત સરકાર પાસે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ થાય અને ગૌવંશના વિકાસ માટે સરકાર દ્વારા યોજનાઓ મુકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. 

ગાયમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની લડત ધીરે ધીરે બની રહી છે મિશન, મોટા પ્રમાણમાં યુવાનો જોડાઇ રહ્યા છે

અમદાવાદ : ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના મુદ્દે ગુજરાતના યુવાનો છેલ્લા લાંબા સમયથી ભુખહડતાળ કરી રહ્યા છે. લાંબા સમયની લડાઇ બાદ અર્જુન આંબલીયા સહિત અનેક યુવાનો આ લડાઇમાં જોડાઇ રહ્યા છે. ગુજરાતના આ યુવાનો ગુજરાત અને ભારત સરકાર પાસે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ થાય અને ગૌવંશના વિકાસ માટે સરકાર દ્વારા યોજનાઓ મુકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. 

આ અંગે યુવાનોને વડાપ્રધાન કાર્યાલયથી પણ તેડુ આવ્યું હતું. યુવાનોએ વડાપ્રધાન કાર્યાલય ખાતે ભારત સરકારના પશુપાલન અને ડેરીમંત્રી પુરૂષોતમ રૂપાલા સાથે બેઠક આયોજીત કરી હતી. ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપીને સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવા અંગેના વિષય પર સંપુર્ણ ડેટામંત્રીને આપી હતી. અત્રે નોંધનીય છે કે, અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા અંગેની ટીપ્પણી કરી હતી, આ ઉપરાંત ગાયની દર્દનાક સ્થિતિ, ગૌમાતાના નામે થતો ધંધો અને કરોડો હિન્દુઓની આસ્થા સહિતના મુદ્દાઓ પર મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. 

સરકાર દ્વારા આ અંગે ઝડપથી નિર્ણય કરીને 70 ટકા લોકોના હૃદયમાં રહેલી વાતને મંજુરીની મહોર મારે તેવી અપીલ કરી હતી. જો કે યુવાનોએ માંગ કરી હતી કે, જ્યાં સુધી સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નહી કરે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અમે ગૌઆધારિત સંસ્કૃતીને વેગ આપવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. ઝડપથી સરકાર આ અંગે સકારાત્મક પગલા લે તેવી માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news