સુરતમાં બન્યો સ્ટીલનો રોડ, આ પ્રોજેક્ટ સફળ ગયો તો દેશમાંથી ખરાબ રોડનો કકળાટ જતો રહેશે

હાલમાં દેશ આત્મનિર્ભરની દિશામાં આગળ વધી રહ્યો છે, દેશના જ સંસાધનોનો ઉપયોગ કરીને વિકાસના નવા કામો કરવામાં આવ્યા છે. ત્યારે આ એક રિસર્ચ પ્રોજેક્ટ સુરતમાં ચાલી રહ્યો છે, સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ પ્રોજેકટ મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ દ્વારા સીએસઆઈઆર અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇસ્ટિટ્યૂટને સ્પોન્સર કરવામાં આવ્યો છે. સ્ટીલ સ્લેગનો રોડ રસ્તાના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, રસ્તા બનાવવા નેચરલ સ્લેગ એગ્રીગેડનો ઉપયોગ કરવામાં આવે છે, તેની જગ્યા પર સ્ટીલ સ્લેગ એગ્રીગેડનો ઉપયોગ કાવામાં આવ્યો છે. 

સુરતમાં બન્યો સ્ટીલનો રોડ, આ પ્રોજેક્ટ સફળ ગયો તો દેશમાંથી ખરાબ રોડનો કકળાટ જતો રહેશે

સુરત : હાલમાં દેશ આત્મનિર્ભરની દિશામાં આગળ વધી રહ્યો છે, દેશના જ સંસાધનોનો ઉપયોગ કરીને વિકાસના નવા કામો કરવામાં આવ્યા છે. ત્યારે આ એક રિસર્ચ પ્રોજેક્ટ સુરતમાં ચાલી રહ્યો છે, સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ પ્રોજેકટ મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ દ્વારા સીએસઆઈઆર અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇસ્ટિટ્યૂટને સ્પોન્સર કરવામાં આવ્યો છે. સ્ટીલ સ્લેગનો રોડ રસ્તાના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, રસ્તા બનાવવા નેચરલ સ્લેગ એગ્રીગેડનો ઉપયોગ કરવામાં આવે છે, તેની જગ્યા પર સ્ટીલ સ્લેગ એગ્રીગેડનો ઉપયોગ કાવામાં આવ્યો છે. 

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા સવા કિલોમીટરના રસ્તામાં છેક તળિયેથી લઇ રોડના ઉપરના ભાગ સુધી સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. આ રસ્તામાં કોઈ પણ નેચરલ એગ્રીગેડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. દરરોજ આ રસ્તા પર 1200થી વધુ હેવી લોડેડ ટ્રક અને અન્ય વાહનો અવરજવર કરે છે, અત્યાર સુધીમાં આ રોડનું જે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ રસ્તાની થિકનેસ 30 ટકા ઓછી કરવામાં આવી છે પરંતુ તેની મજબૂતાઈ તેમ છતાં ઓછું થઇ નથી. તેમાં તેનું પર્ફોમન્સ 100 ટકા મળી આવ્યું છે. 

જેનાથી ભવિષ્યમાં સ્ટીલ સ્લેગનો ઉપયોગ રોડ અને રસ્તા બનાવવામાં કરી શકાશે. 2019માં આ પ્રોજેક્ટને નીતિ આયોગના નિર્દેશથી મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ દ્વારા સીએસઆઈઆર અને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇસ્ટિટ્યૂટને સ્પોન્સર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશની મુખ્ય ચાર મોટી સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. જેમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આર્સેલર મિત્તલ અને નીપ્પોન સ્ટીલ અને રાષ્ટ્રીય ઈસ્પાટ નિગમ લિમિટેડ ઈન્ડસ્ટ્રીય પાર્ટનર તરીકે સહયોગી બન્યા છે. આની પાછળ મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશમાં હાલ 19 છે. 

મિલિયન ટન સ્ટીલ સ્લેગ ઉત્પાદન થાય છે, તેને રસ્તા બનાવવાના કામમાં વાપરવાનો છે, હાલમાં જે પણ પ્રયોગ અત્યારે કરવામાં આવ્યો છે, તેનું જે અપેક્ષિત પરિણામ સારું આવ્યું છે, જેથી ભવિષ્યમાં વિભાગ દ્વારા એક ચોક્કસ ગાઈલાઈન અને સ્પેસિફિકેશન લાવવામાં આવશે. જેથી સ્ટીલ સ્લેગ  એગ્રીગેટને 100 ટકા નેચરલ સ્લેગ એગ્રીગેડની જગ્યા પર ઉપયોગમાં લઈ શકાશે. હાલમાં દરવર્ષે રોડ બનાવા 1.2 બિલિયન ટન નેચરલ એગ્રીગેડનો ઉપયોગ થાય છે, ત્યારે ભારતમાં લગભગ 20 મિલિયન ટન સ્ટીલ એગ્રીગેડ છે, જે ભલે ઓછો હોય પરંતુ અનેક સ્ટીલ કંપનીઓમાં ડેથ સ્ટોક 1 બિલિયન ટન પડ્યો છે, જેને પ્રોસેસ કરી રસ્તા બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. જો આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યમાં પ્રદુષણને નુકસાન થતાં અટકાવી શકાય છે, સાથેજ ગ્રીન હાઉસ એમિઝનને પણ રોકી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news