ઘણી વખત તમે બાળકોને સ્કૂલે જતા જોયા હોય કે બાળકોને સ્કૂલે મુકવા જતા હોય ત્યારે કહ્યું હશે કે, આ સ્કૂલ બેગનો ભાર તો જુઓ. આ બાળકોના વજન કરતા સ્કૂલ બેગનું વજન વધારે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના એક પ્રિન્સિપાલે બાળકોની સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા નવતર પ્રયોગ કર્યો છે. જે પ્રયોગમાં બાળકોની સ્કૂલ બેગનું વજન 2થી 3 કિલો ઓછું થઇ ગયું છે. તો આવો જાણીએ પ્રિન્સિપાલે કેવી રીતે ઓછો કર્યો બાળકોની સ્કૂલ બેગનો ભાર....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્કૂલના પ્રિન્સિપાલે અપનાવ્યો આ આઇડિયા
આનંદ કુમાર 41 વર્ષના છે અને તેઓ દક્ષિણ ગુજરાતના એક ગામની સરકારી સ્કૂલમાં હાલ પ્રિન્સિપલ કાર્યરત છે. તેમણે બાળકોની સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા માટે મહિનાના અભ્યાસક્રમ મુજબ પુસ્તકોને અલગ અલગ કરી દીધી છે. જેમ કે જાન્યુઆરીમાં જે અભ્યાસક્રમ ભણાવવામાં આવશે તેની જ પુસ્તકો સ્કૂલમાં લઇ જવાની રહેશે. તેમણે દર મહિનાની અલગ અલગ પુસ્તકો બનાવી છે અને તેની પાછળ નોટબુકના પેજ પણ લગાવવામાં આવ્યા છે. જેથી બાળકોને અલગથી નોટબૂકની ખરીદી ન કરવી પડે.


2થી 3 કિલો વજન થયું ઓછું
આનંદ કુમારે દસ પુસ્તકોમાં સંપૂર્ણ વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરી દીઘો છે. આ બાળકોએ માત્ર આ દસ પુસ્તકો જ લઇ જવાની રહેશે. તેનાથી 2થી 3 કિલો સ્કૂલ બેગનું વજન ઓછું થઇ ગયું છે.


પુત્રીના બેગ જોઇને આવ્યો આઇડિયા
આનંદ કુમારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને આ આઇડિયા તેમની પુત્રીના સ્કૂલ બેગને જોઇને આવ્યો હતો. તેઓ તેમની પુત્રીને જ્યારે સ્કૂલ વેન સુધી મુકવા ગયા ત્યારે તેમને લાગ્યું કે આ સ્કૂલ બેગ કેટલી ભારે છે. તે દિવસે તેમણે નક્કી કર્યું કે તેઓ ટુંક સમયમાં જ બાળકોની આ સમસ્યાનું નિવારણ લાવશે. તેમણે તેમની સહયોગી અલ્કા સાથે મળીને આ ટેક્સટ બુકોને બનાવી છે.


ટૂંક સમયમાં લાગુ થશે દરેક સ્કૂલમાં
ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન ‘રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ના ડાયરેક્ટર ટી. એસ જોશીને આ આઇડિયા ઘણો પસંદ આવ્યો છે. તેમણે જણાવ્યું કે, ‘આ આઇડિયાને મોટા લેવલ પર લાગુ કરી શકાય છે. જો તેનું પરિણામ યોગ્ય રહ્યું તો.’ આનંદ કુમાર કહ્યું કે હવે સ્કૂલના બાળકો જાતે તેમનું બેગ ઉપાડી શકશે. તેમના પેરેન્ટ્સે બેગને ઉપાડવાની જરૂર નથી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...